ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / વિશ્વ / Indian journalist dies in New York: E-bike battery catches fire

અમેરિકા / ન્યૂયોર્કમાં ભારતીય પત્રકારનું નિધન: ઈ-બાઇકની બેટરીના કારણે આગ લાગી હતી આગ

Published By: Megha

Last Updated: 10:34 AM, 25 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી છે.

ADVERTISEMENT

Indian journalist Fazil Khan: અમેરિકાના ન્યુયોર્કમાં શુક્રવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. હાર્લેનમાં શુક્રવારે એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે ભારતીય મૂળના પત્રકારનું મોત થયું હતું.

ન્યૂયોર્કના હાર્લેમમાં શુક્રવારે એક જીવલેણ આગની ઘટનામાં 27 વર્ષીય ભારતીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ન્યૂયોર્કમાં ભારતીય દૂતાવાસે તેની ઓળખ ફાઝીલ ખાન તરીકે કરી અને કહ્યું કે તેઓ તેના મિત્રો અને પરિવારના સંપર્કમાં છે.  

મેનહટનના હાર્લેમ માં આવેલ છ માળની રહેણાંક ઇમારતમાં લાગેલી આગમાં ફાઝીલ ખાનનું મૃત્યુ થયું હતું અને અન્ય 17 લોકો ઘાયલ થયા હતા. ભારતીય દૂતાવાસે એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "ન્યુયોર્કના હાર્લેમમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં દુર્ભાગ્યપૂર્ણ આગની ઘટનામાં ભારતીય નાગરિક ફાઝિલ ખાનના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. અમે ફાઝીલ ખાનના પરિવાર અને મિત્રોના સંપર્કમાં છીએ અને અમે મૃતદેહને ભારત પરત મોકલવા માટે તમામ શક્ય મદદ કરીશું."
 
એક રીપોર્ટ અનુસાર શુક્રવારે હાર્લેમ એપાર્ટમેન્ટમાં લિથિયમ બેટરીના કારણે આ આગ લાગી હતી. આગમાં 17 અન્ય લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક લોકો વિસ્થાપિત થયા હતા, જેમને દોરડાની મદદથી બચાવી લેવામાં આવ્યા હતા. ઘટના વિશે અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જોરદાર આગ લાગી હતી અને લોકો બારીમાંથી કૂદીને જીવ બચાવી રહ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Fazil Khan Fazil Khan dies Indian journalist Fazil Khan Indian journalist dies ફાઝીલ ખાન New york

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ