બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / lalu yadav convinced in ghaschara dolanda fraud cows and bulls carried on scooter

લાલુ યાદવ દોષિત / ઘાસચારા કૌભાંડની રમૂજી કહાની: CBI તો શું આખા દેશને નથી સમજાતું, ગાય બળદને દિલ્હીથી રાંચી સુધી સ્કૂટર પર કેવી રીતે લઈ ગયા?

Mayur

Last Updated: 01:37 PM, 15 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાલુ પ્રસાદ યાદવને પણ આજે ઘાસચારા કૌભાંડના ડોરાંડા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ કૌભાંડની એક એવી કહાની જે સાંભળીને તમને હસવું પણ આવશે અને ગુસ્સો પણ.

  • ઘાસચારા કૌભાંડ કેસમાં સુનાવણી 
  • લાલુ પ્રસાદ યાદવ દોષિત સાબિત થયા 
  • 21 ફેબ્રુઆરીએ થશે સુનાવણી 

રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવને પણ આજે ઘાસચારા કૌભાંડના ડોરાંડા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઝારખંડની રાજધાની રાંચીમાં CBI ની વિશેષ અદાલતે આ કેસમાં ચુકાદો આપ્યો છે. આ કેસમાં 36 લોકોને 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

139 કરોડ રૂપિયા ગેરકાયદેસર ઉપાડ્યા 

જો કે લાલુ પ્રસાદ યાદવ પરની સજાની જાહેરાત હજુ બાકી છે. આ મામલો ડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડ રૂપિયાની ગેરકાયદેસર ઉપાડ સાથે સંબંધિત છે. જો કે આ કૌભાંડની એક રસપ્રદ કહાની જેમાં સ્કૂટર, ગાય-બળદની સ્ક્રિપ્ટ લખીને તપાસને જુદી જ દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


જાણો કેવી રીતે તપાસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો
ડોરન્ડા ટ્રેઝરી કૌભાંડમાં અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં સ્કૂટર અને મોટરસાઈકલ પર પ્રાણીઓની અવરજવરની કહાની રમૂજી છે. આ 1990-92 વચ્ચેનો કેસ છે. જ્યારે અધિકારીઓ અને નેતાઓએ છેતરપિંડીની નવી જ સ્ક્રિપ્ટ લખી નાખી હતી.

400 બળદોને સ્કૂટર અને મોટરસાઈકલ પર રાંચી લઈ જવામાં આવ્યા

આ ઘટનામાં 400 બળદોને હરિયાણા અને દિલ્હીથી સ્કૂટર અને મોટરસાઈકલ પર રાંચી લઈ જવામાં આવ્યા હોવાની ફેક સ્ટોરી બનાવવામાં આવી હતી. એટલે કે, કૌભાંડમાં જે વાહનનો નંબર પ્રાણી લાવવા માટે વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યો હતો, તે મોટરસાયકલ અને સ્કૂટરનો નંબર નીકળ્યો હતો. સીબીઆઈને તપાસમાં જાણવા મળ્યું હતું કે સ્કૂટર, મોટરસાઈકલ અને મોપેડના નંબર અનેક ટન પશુ આહાર, પીળી મકાઈ, બદામ, કેક, મીઠું વગેરે લઈ જવા માટે પણ આપવામાં આવ્યા હતા.

ઘેટા-બકરા માટે 27 લાખ ચૂકવ્યનો આરોપ 
તપાસમાં જાણવા મળ્યું કે 1990-92 દરમિયાન 50 બળદ 2 લાખ 35 હજારમાં ખરીદવામાં આવ્યા હતા, જેમાં 163 બળદ અને 65 વાછરડા 14 લાખ 4 હજારથી વધુમાં ખરીદવામાં આવ્યા હતા. તે જ સમયે, મુર્રાહ લાઈવ સ્ટોક દિલ્હીના માલિક વિજય મલ્લિક દ્વારા ક્રોસ બ્રીડની વાછરડી અને ભેંસની ખરીદી માટે લગભગ 84 લાખની ચૂકવણી કરવામાં આવી હતી. આ કૌભાંડમાં હિન્દુસ્તાન લાઈવ સ્ટોક એજન્સીના સપ્લાયર સંદીપ મલિક પર ઘેટા-બકરા માટે 27 લાખ 48 હજાર રૂપિયા ચૂકવવાનો પણ આરોપ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ