બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / Lalit modi at Harish Salve marriage: Video with a peg in hand went viral, congress and shivsena opposed

વાયરલ / VIDEO: હરીશ સાલ્વેના ત્રીજા લગ્ન, હાથમાં દારૂનો પેગ લઈને પાર્ટી કરતાં દેખાયો લલીત મોદી, લક્ઝરી લાઈફ જોઈને ઊભો થયો વિવાદ

Vaidehi

Last Updated: 05:08 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતનાં સિનિયર વકીલ હરિશ સાલ્વેનાં ત્રીજા લગ્નમાં ભાગેડુ લલિત મોદી પણ આમંત્રિત હતાં. હાથમાં પેગ લઈને નજરે પડતાં લલિતને જોઈને વિપક્ષી નેતાઓ ભડક્યાં.

  • ભારતનાં પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વેનાં ત્રીજા લગ્ન
  • આ કાર્યક્રમમાં ભાગેડુ લલિત મોદી પણ આમંત્રિત
  • હાથમાં પેગ લઈને ઊભેલા લલિત મોદીનો વીડિયો વાયરલ

Lalit Modi with Harish Salve: ભારતનાં પૂર્વ સૉલિસિટર જનરલ હરીશ સાલ્વેએ રવિવારે લંડનમાં પોતાની બ્રિટિશ પાર્ટનર ટ્રિના સાથે પોતાના ત્રીજા લગ્ન કર્યાં. લગ્નમાં નીતા અંબાણી, સ્ટીલ વેપારી લક્ષ્મી મિત્તલ અને મૉડલ ઉજ્જવલા રાઉત સહિત અનેક હાઈ-પ્રોફાઈલ મહેમાન શામેલ થયાં હતાં. જો કે આ બધાની વચ્ચે એક વિવાદસ્પદ વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં સાલ્વેનાં લગ્નમાં  IPL પૂર્વ ચેરમેન લલિત મોદી પણ પહોંચી ગયાં હતાં. તેમની ઉપસ્થિતિને લીધે રાજકીય વિવાદો શરૂ થઈ ગયાં છે. વિપક્ષી દળો સરકારની ભારે ટીકા કરી રહ્યાં છે. 

વિપક્ષી દળોનાં નેતાએ સરકાર પર સાધ્યું નિશાન
વિપક્ષી નેતાઓનું માનવું છે કે હરિશ સાલ્વે 'વન નેશન, વન ઈલેક્શન' માટે બનાવવામાં આવેલી ઉચ્ચ સ્તરીય સમિતિનાં સદસ્ય છે જેમની અધ્યક્ષતા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરે છે. સાલ્વેનાં લગ્નમાં પૂર્વ IPL કમિશ્નર અને નાણાકીય અનિયમિતતાઓનાં ભાગેડુ તરીકે આરોપિત લલતિ મોદીની ઉપસ્થિતિ એક અલગ દ્રશ્ય બનાવી રહ્યું છે.

વિપક્ષી નેતા પૂછી રહ્યાં છે કે કોણ કોને બચાવી રહ્યું છે?
શિવસેના UBT પ્રિયંકા ચતુર્વેદીએ આ મુદે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યં કે,' મને ભાજપનાં વકીલનાં ત્રીજા લગ્નથી કોઈ મતલબ નથી. પરંતુ હા, સમાન લગ્ન કાયદા, બહુપત્નીત્વ પર જ્ઞાન આપતી મોદી સરકાર પર ચોક્કસથી એક સવાલ છે. તેમણે કહ્યું કે કોઈને ચિંતા થવી જોઈએ કે, એવો ભાગેડુ કે જે ભારતીય કાયદાઓથી બચી રહ્યો છે એ મોદી સરકારનાં મનપસંદ વકીલનાં લગ્નમાં આમંત્રિત વ્યક્તિનાં રૂપમાં જશ્ન મનાવી રહ્યો છે. કોણ કોની મદદ કરી રહ્યું છે? હવે કોણ કોની રક્ષા કરી રહ્યું છે ? '

મહારાષ્ટ્ર કોંગ્રેસનાં મહાસચિવે પણ આપ્યું નિવેદન
મહારાષ્ટ્ર કોંગ્રેસનાં મહાસચિવ પ્રીતેશ શાહે પણ હરિશ સાલ્વેનાં લગ્નમાં લલિત મોદીની હાજરીની ટીકા કરી અને કહ્યું કે રાહુલ ગાંધીને નીરવ મોદી, લલિક મોદીને ચોર કહેવા માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યું અને હરિશ સાલ્વેએ તેનો બચાવ કર્યો. હાલમાં મોદી સરકારે વન નેશન વન ઈલેક્શન પર સમિતિનું ગઠન કર્યું. ભાગેડુ લલિત મોદીની સાથે મોજ કરી રહેલા હરિશ સાલ્વે પણ એ કમિટીનો એક હિસ્સો છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ