બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Ladies, stop spitting everywhere, otherwise you will become empty handed! System has started strict action, memos will be sent with the help of cameras

કાર્યવાહી / સુરતીઓ, જ્યાં ત્યાં થૂંકવાનું બંધ કરી દેજો, નહીંતર ખિસ્સા થઈ જશે ખાલી! તંત્રએ શરૂ કરી છે કડક કાર્યવાહી, કેમેરાની મદદથી મોકલાશે મેમો

Last Updated: 05:09 PM, 20 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ગંદકી ફેલાવનાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા પર કચરો ફેંકતા કે રસ્તા પર થૂંકનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

  • શહેરને સ્વચ્છ રાખવા સુરત મહાપાલિકાનો નિર્ણય
  • રસ્તા પર થુંકનારને મોકલાશે ઇ-મેમો
  • 7 દિવસમાં રસ્તા પર થુંકનાર 88 લોકોને દંડ 

સુરત શહેરને સ્વચ્છ રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા હવે રસ્તા પર પાન મસાલા ખાઈને થુકનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા અગ્રેસર રહેવા માટે ખૂબ જ પ્રયાસો કરી રહી છે. ત્યારે જાહેર રસ્તા પર કચરો ફેંકતા લોકો સામે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેવામાં હવે રસ્તા પર થુંકીને શહેરને ગંદુ કરનારા લોકો સામે પણ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. 

Image
સુરત પાલિકાએ ફટકારેલ ઈ-મેમો

88 વાહન ચાલકો સામે ઈ-મેમો આપવાની કાર્યવાહી કરાઈ
સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં સાત દિવસના સમયમાં જ અલગ અલગ વિસ્તારમાંથી 88 જેટલા વાહન ચાલકો સામે ઇ મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવેથી જે પણ વ્યક્તિ રસ્તા પર થૂકશે તેની સામે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને આવા લોકો કે વાહન ચાલકો પર નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકાના 2500 અને પોલીસ તંત્રના 750 સીસીટીવી કેમેરા મળીને કુલ 3250 સીસીટીવી કેમેરાથી ગમે ત્યાં થુકનારા લોકો પર નજર રાખવામાં આવશે.

ઈ મેમો મળ્યાનાં સાત દિવસમાં દંડ નહી ભરે તો પોલીસ કાર્યવાહી
મહત્વની વાત છે કે પહેલી વખત થુંકનારા વ્યક્તિને 100 દંડ કરવામાં આવશે અને બીજી વખત થુંકતા પકડાશે તો તે જ વ્યક્તિને 250 રૂપિયા દંડ કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ઈ મેમો મળ્યાના સાત દિવસમાં દંડ નહીં ભરે તો પોલીસ કેસ પણ કરવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આ કાર્યવાહી અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ સાત દિવસમાં 88 વાહન ચાલકોને ઈ મેમો આપ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Action Surat Municipal Corporation pilot project surat કાર્યવાહી ગંદકી પાયલોટ પ્રોજેક્ટ સુરત મહાનગર પાલિકા surat
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ