બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / KYC Update Cyber fraud do not click any link of kyc

યુટિલિટી / એલર્ટ! KYC અપડેટ કરવાના નામે બેંક એકાઉન્ટ થઇ રહ્યાં છે સાફ, ધ્યાનમાં રાખજો આ ખાસ બાબતો

Arohi

Last Updated: 03:29 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

KYC Update Scam: સાઈબર ફ્રોડ KYC અપડેટ કરવાના નામ પર લોકોના બેંક ખાતાને ખાલી કરવાનું કામ કરી રહ્યા છે. તેમાં લોકોને બેંકના નામથી એક લિંક મોકલવામાં આવે છે.

ડિજિટલ દુનિયાના આ સમયમાં હવે કોઈ પણ ફ્રોડ કરવું હવે સરળ નથી. નાણાકીય ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા તમામ ફ્રોડને રોકવા માટે હવે દરેક વસ્તુમાં KYC કરવું જરૂરી છે. KYC થયા બાદ ટેક્સ ચોરીથી લઈને યોજનાઓમાં ફ્રોડ જેવી વસ્તુઓ પર લગામ લગાવવું જરૂરી છે. 

હાલ તમામ વસ્તુઓમાં KYCને જરૂરી કરી દેવામાં આવ્યું છે. હવે આ વસ્તુઓનો ફાયદો સાઈબર ફ્રોડ ઉઠાવવા લાગ્યા છે. થોડા દિવસો પહેલા KYC સાથે જોડાયેલા ફ્રોડના ઘણા કેસ સામે આવ્યા છે જેમાં લોકો KYC કરવા જઈ રહ્યા હતા પરંતુ ત્યાં જ તેમનું જુનુ બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવ્યું. 

KYC અપડેટના નામ પર ફ્રોડ 
સાઈબર ફ્રોડ KYC અપડેટના નામ પર લોકોને સરળતાથી નિશાન બનાવી રહ્યા છે. તેના માટે લોકોને ફોન પર એક મેસેજ મોકલવામાં આવે છે. જેમાં બેંકનું નામ કે યોજનાનું નામ લખવામાં આવે છે. કહેવાય છે કે KYC પુરૂ નથી થયું અને તેના વગર તમારા બેંક સાથે જોડાયેલા કામ બંધ થઈ શકે છે. ઘણા લોકો KYC અપડેટ કરવા માટે લિંક પર ક્લિક કરે છે અને તેના થોડા જ સમય બાદ તેમના ખાતાથી પૈસા કપાઈ જાય છે. 

મેસેજ ઉપરાંત કોલ પર પણ એવા ફ્રોડ થઈ રહ્યા છે જેમાં કોલ કરીને એવું કહેવાાં આવે છે કે તમારૂ KYC પુરુ નથી. તેના માટે ફોન પર જ અમુક સ્ટેપ્સ જણાવવામાં આવે છે અને એક લિંક મોકલવામાં આવે છે. જેના પર ક્લિક કરતા જ તમે સાઈબર ફ્રોડનો શિકાર થઈ જાઓ છો. 

વધુ વાંચો:  સરકારી ઓફિસમાં કામ ન થાય તો ઓનલાઈન કરી શકો છો ફરિયાદ, બસ ફોલો કરો આ સ્ટેપ્સ

આ વાતોનું રાખો ધ્યાન 
જો તમારી પાસે KYCનો કોઈ મેસેજ નથી આવ્યો તો તેના પર બિલકુલ ક્લિક ન કરો. તેમાં આપવામાં આવેલ લિંક પર ભરોસો ન કરો. તમને બેંકની ઓફિશ્યલ વેબસાઈટ પર જઈને ચેક કરવાનું છે કે તમારૂ KYC પુરૂ છે કે નહીં. તેના ઉપરાંત તમે બેંક જઈને પણ જાણકારી મેળવી શકો છો. જો કોઈ કોલ પર તમને KYC કરવા માટે કહે છે તો તને ઈનકાર કરી દો અને તેને કહો કે તમે બેંક જઈને આ કામ કરી લેશો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ