બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / CPGRAMS portal you can complaint against government employee if he is not working
Last Updated: 11:46 AM, 15 March 2024
આપણા દેશમાં સરકારી કચેરીઓમાં કામ ન થતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. હવે તો સરકારી કામો પણ ડિજિટલ થઈ રહ્યા છે, પરંતુ તેમ છતાંય કેટલાક જે દસ્તાવેજી કામો હોય છે, તેના માટે આપણે સરકારી કચેરીમાં જવું પડે છે. જો તમારે પણ સરકારી કચેરીમાં ધક્કા ખાવા પડતા હોય, કે કોઈ અધિકારી તમારું કામ ન કરતા હોય, તો તમે ભારત સરકારને તેમની ફરિયાદ ઓનલાઈન ગમે ત્યારે, ગમે ત્યાંથી કરી શકો છો. આ માટે તમારે CPGRAMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ કરવાની છે. ભારત સરકારે 2007માં CPGRAMS એટલે કે
Centralized Public Grievance Redress and Monitoring System લોન્ચ કરી હતી. જેમાં તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના જુદા જુદા વિભાગની ફરિયાદ ઓનલાઈન કરી શકો છો. ખાસ કરીને જો બેન્કિંગ, ફાઈનાન્શિયલ, પેન્શન જેવી બાબતોમાં મુશ્કેલી આવતી હોય, તો તમારે આ પ્લેટફોર્મ પર ફરિયાદ કરી જોઈએ.
ADVERTISEMENT
ઓનલાઈન હોવાને કારણે તમે આ વેબસાઈટનો ઉપયોગ કરીને સરકારી કર્મચારી, રાઈટ ટુ ઈન્ફોર્મેશનને લગતી કામગીરી, કોર્ટને લગતી કામગીરી જેવી ફરિયાદ ગમે ત્યારે અને ગમે ત્યાંથી ગણતરીની મિનિટોમાં કરી શકો છો. આ પ્લેટફોર્મ 24 કલાક કાર્યરત હોય છે. જો તમારા ફોનમાં તમે UMANG એપ નાખેલી છે, તો તમારે અલગતી વેબસાઈટ પર પણ જવાની જરૂર નથી. આ એપમાંથી જ તમે CPGRAMS પોર્ટલ ઓપન કરીને ફરિયાદ દાખલ કરી શકો છો. જો કે, ફરિયાદ દાખલ કરતા પહેલા તમારું આ વેબસાઈટ પર અકાઉન્ટ ોહવુંજ રૂરી છે.
ADVERTISEMENT
1) સૌથી પહેલા CPGRAMS પોર્ટલ ખોલવા માટે https://pgportal.gov.in/Registration પર જાવ અને રજિસ્ટ્રેશન કરાવો.
2) રજિસ્ટ્રેશન માટે નામ, સરનામું, નંબર, ઈમેઈલ જેવી માહિતી ઈન્સર્ટ કરો.
3) આ ઉપરાંત તમે મોબાઈલ નંબર અને ઓટીપી દ્વારા પણ લોગ ઈન કરી શકો છો.
4) હવે તમારા ઈમેઈલ એડ્રેસ પર એક લિંક આવશે, જેના દ્વારા તમે અકાઉન્ટ ક્રિએટ કરી શકો છો
5) યુઝર ક્રિએટ કરવા માટે તમારે લોગ ઈન વિન્ડો પર જવું પડશે.
6) જ્યાં તમે તમારા પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરી શક્શો.
7) હવે લોગ ઈન કર્યા પછી તમને અહીં જુદા જુદા પબ્લિક ગ્રિવાન્સિસના વિકલ્પ મળશે.
8) આમાંથી તમારે જે વિભાગ અંગેની ફરિયાદ કરવી છે, તે વિભાગ તમે ડ્રોપડાઉનમાંથી પસંદ કરી શક્શો.
9) જો તમારે જે વિભાગની ફરિયાદ કરવાની છે, તે નથી મળતો તો અધર્સ સિલેક્ટ કરી શકો છો.
10) હવે તમને ફરિયાદ દાખલ કરવા માટે એક બોક્સ મળશે, જેમાં તમે 2000 શબ્દોની મર્યાદામાં ફરિયાદ લખી શકો છો.
11) હવે તમારે ફરિયાદને લગતા પ્રૂફ્સ કે દસ્તાવેજ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના છે.
12)છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરો, એટલે ફરિયાદ નોંધાઈ જશે.
ADVERTISEMENT
એકવાર તમારી ફરિયાદ દાખલ થઈ જાય, બાદમાં તેના પર એક્શન લેવાયા કે નહીં તેની પણ તમે તપાસ કરી શકો છો. તમે આ જ પોર્ટલ પર કે ઉમંગ એપ પર સ્ટેટસ ચેક કરી શકો છો. એકવાર ફરિયાદ નોંધાશે એટલે તમને ઈમેઈલ અને મેસેજ પણ આવશે. જો તમારી ફરિયાદ પર લેવાયેલા પગલાથી તમે ખુશ નથી તો તમે ગ્રિવાન્સ ઓફિસરને કે પ્રોસેસને રિવ્યુ પણ આપી શકો છો.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.