બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Smartphone emergency features help you to save your life in emergency

તમારા કામનું / મુશ્કેલીમાં ફસાવ તો મોબાઈલ કરશે મદદ, ફોનના આ ફીચર્સ કામ લાગશે

Priyakant

Last Updated: 01:09 PM, 14 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SmartPhone Features News: નાના મોટા કામથી લઈને મહત્વના કામ દરેકમાં મોબાઈલ ઉપયોગી થાય છે. હવે તો ફોનમાં એવા ફીચર્સ આવવા લાગ્યા છે, જે તમને અકસ્માત દરમિયાન પણ બચાવી શકે છે.

SmartPhone Features : મોબાઈલ આપણા સૌના જીવનનો ભાગ બની ચૂક્યો છે. નાના મોટા કામથી લઈને મહત્વના કામ દરેકમાં મોબાઈલ ઉપયોગી થાય છે. હવે તો ફોનમાં એવા ફીચર્સ આવવા લાગ્યા છે, જે તમને અકસ્માત દરમિયાન પણ બચાવી શકે છે. તમે સમાચારમાં સાંભળ્યું હશે કે એપલના કાર ક્રેશ ફીચરે કોઈનો જીવ બચાવ્યો. તમારા નોર્મલ ફોન્સમાં પણ કેટલાક એવા ફીચર્સ છે, જે ઈમરજન્સી સિચ્યુએશનમાં તમારી મદદ કરી શકે છે.

ઈમરજન્સી SOS
એન્ડ્રોઈડ ફોનમાં રહેલું આ ફીચર કોઈ પણ મુશ્કેલીમાં તમારી મદદ કરી શકે છે. એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સે આ ફીચરનો અચૂક ઉપયોગ કરવો જોઈએ. આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા પર્સનલ સેફ્ટી એપમાં ઈમરજન્સી ઈન્ફોર્મેશન સેવ અને શૅર કરી રાખવી જોઈએ. આ ઈમરજન્સી SOS એન્ડ્રોઈડ 12 અથવા તેનાથી અપડેટેડ વર્ઝનમાં જ કામ કરે છે. જો તમે કોઈ મુશ્કેલીમાં છો ત્યારે તમારા ફોનના પાવર બટનને પાંચ વખત દબાવો એટલે આ ફીચર એક્ટિવેટ થઈ જશે. ભૂલથી આ ફીચરનો ઉપયોગ ન થઈ જાય, તે માટે ઈમરજન્સી એક્શન શરૂ થતા પહેલા ફોન તમને 5 સેકન્ડનો સમય પણ આપે છે. જો તમે આ ફીચરનો ઉપયોગ કરો છો, તો તમે આ ફીચરમાં જે નંબર સેવ કર્યા છે, તેમને ફોન એલર્ટ કરે છે કે તમે મુસીબતમાં છો, અને તમારું કરંટ લોકેશન તેમજ વીડિયો રેકોર્ડિંગ પણ શૅર કરી દે છે.

ઈમરજન્સી લોકેશન શેરિંગ
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર છો, અને અકસ્માત કે એવી કોઈ સ્થિતિમાં ફસાયા છો, તો તમે ઈમજરન્સીમાં લોકેશન પણ શૅર કરી શકો છો. મુસીબતમાં હોવા દરમિયાન તમારું રેસ્ક્યુ કરવા માટે આ ફીચર ઉપયોગી સાબિત થાય છે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર Android Emergency Location Service ઓન કરવાની હોય છે. ઈમરજન્સી લોકેશન શેરિંગ ફીચર એક્ઝેક્ટ લોકેશન માટે ગૂગલનો ઉપયોગ કરે છે. જેથી રેસ્ક્યુ દરમિયાન તમારું લોકેશન મળી શકે. 

File Photo

ફ્લેશ લાઈટ
તમને થશે કે આ ફીચર ઈમરજન્સીમાં કેવી રીતે કામ લાગે? તો અજાણ્યા વિસ્તારમાં જો તમે અંધારામાં ફસાઈ જાવ છો, તે તેવી સ્થિતિમાં તમે ફ્લેશલાઈટનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ધ્યાન રાખો કે ફ્લેશ લાઈટનો સતત ઉપયોગ કરવાથી તમારા ફોનની બેટરી ઝડપથી વપરાય છે. 

બેટરી સેવિંગ મોડ
આ મોડ ખૂબ જ ઉપયોગી છે. જ્યારે પણ તમારા ફોનની બેટરી 20 ટકા કરતા ઓછી થાય છે, તો ફોન જાતે જ આ ફીચર ઓન કરી દે છે. જેનાથી અનનેસેસરી એક્ટિવિટીઝ અટકી જાય છે અને ફોનની બેટરી લાંબો સમય સુધી ચાલે છે. ફોન બેટરી બચાવવા માટે આ ફીચર દ્વારા બ્રાઈટનેસ ઘટાડી દે છે. 

File Photo

વધુ વાંચો: જો તમે પણ આ બ્રાન્ડનો મોબાઇલ યુઝ કરો છો, તો ચેતી જજો, સરકારે કર્યા એલર્ટ

ઈમરજન્સી બ્રોડકાસ્ટ
દરેક ફોનમાં આ ફીચર હોય જ છે. જો યુઝર કોઈ પરિસ્થિતિમાં ફસાઈ જાય છે, તો આ ફીચરનો ઉપયોગ કરીને નોટિફિકેશન કે એલર્ટ મોકલી શકે છે. આ ફીચરને વાપરવા માટે યુઝર્સે સેટિંગ્સમાં એપ્સ એન્ડ નોટિફિકેશન પર ટેપ કરવાનું છે. પછી એડવાન્સ ઓપ્શનમાં જઈને વાયરલેસ ઈમરજન્સી એલર્ટ પર ટેપ કરવાનું રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ