બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch-From-the-sea-15-crores-Heroin-Found-three-packets

કચ્છ / દરિયામાંથી 15 કરોડના હેરોઇનના ત્રણ પેકેટ મળ્યા

vtvAdmin

Last Updated: 04:14 PM, 1 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ મહાનિરીક્ષકસરહદી રેન્જ ભૂજ તથા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકએ કચ્છનાં અખાતની સુરક્ષા અંગેની કાર્ય યોજના અન્વયે અને હાલનાં પ્રર્વતમાન સંજોગોમાં આઇ.એમ.બી.એલ. નજીક પકડાયેલ કરોડોના ડ્રગ્સમાંથી અમુક જથ્થો મધ દરિયે ડ્રગ્સ કેરિયરો દ્વારા ફેંકી દીધેલ જે અન્વયે આવા દેશદ્રોહી બનાવો શોધી કાઢવા તેમજ નિર્જન ટાપુઓ ઉપર નજર રાખવાની સૂચના આપેલ. જે અન્વયે  તા. ર૮ ના હેડ કોન્સ. મદનસિંહ લાલુભા જાડેજાને ગુપ્ત બાતમી મળેલ કે સેથવારા બેટનો વેરી ટાપુવાળો ભાગ જે સુગારક્રિકનો કોરિક્રિક તરફ જતો નાળ (ક્રિક) જેમાં સુગારક્રિકની ઉતરાદે કિનારે કોઇ શંકાસ્પદ પ્લાસ્ટિકના પેકેટમાં વસ્તુઓ પડેલ છે જે આધારે એન. એમ. ચૌધરી ઇ.પો. ઇન્સ. એસ. ઓ. જી. તથા વી. કે. ખાંટ પો. ઇન્સ. જખૌ મરિન પો. સ્ટે. સાથે ખાનગી બોટ લઇ જતા મેડીવાળી નાળથી સુગારક્રિક સેથવારા બેટના વેરીવાળા બેટ પાસે ઉતરના કિનારે જઇ ચેકિંગ કરતા દરિયામાંથી તણાઇ આવેલ પ્લાસ્ટિકના કુલ ત્રણ પેકેટો મળી આવેલ.

આ જગ્યાએ દરિયામાંથી અમુક વસ્તુઓ  ભરતીના પાણીમાં આવી જતી હોઇ આ પેકેટો પણ ભરતીનાં પાણીમાં તણાઇ આવેલ હોઇ અને એફ. એસ. એલ. અધિકારીશ્રીએ પરિક્ષણ કરતા ત્રણેય પેકેટમાંનો પદાર્થ  હેરોઇન, મોફેઇન, કોકેઇન, હોવાનું પરીક્ષણ દરમ્યાન જણાઇ આવેલ હોય અને આ ત્રણ પેકેટેમાં કુલ વજન ૩ કિલો ૧૦૦ ગ્રામ હોય જેની આંતર રાષ્ટ્રીય બજાર કિંમત એક પેકેટના પાંચ કરોડ રૂપિયા લેખે કુલ ત્રણ પેકેટની કિંમત રૂ. ૧પ કરોડ ગણી અને સી. આર. પી. સી. કલમ ૧૦ર મુજબ કબ્જે કરવામાં આવેલ છે. 
આ બાબતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનના વિસ્તારનો હોય નારાયણ સરોવર પોલીસ સ્ટેશને જાણવા જોગ રજિસ્ટર કરાવેલ છે. આ જાણવા જોગની તપાસ ઇ.પો. ઇન્સ. એન. એમ. ચૌધરી ચલાવી રહ્યા છે. 

આ મળેલ માદક પદાર્થ અન્વયે ડી. આર. આઇ. સાથે સંકલનમાં રહી તપાસ ચાલુ કરાઇ છે. ગત રર-પ ના જખૌ પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ, ડીઆરઆઇ દ્વારા સંયુકત ઓપરેશન હાથ ધરી અલ મદીના બોટમાંથી ૬ પાકિસ્તાનીઓ સાથે અંદાજિત ર૩૦ કિલો, ૧૦૦૦ કરોડના બ્રાઉન હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. 

આ કિસ્સામાં રિસિવર તરીકે બેટ દ્વારકાના રમઝાન પલાણીની ધરપકડ કરી અન્ય ૧ર જેટલા ભારતીય સામે તપાસ ચાલી રહી છે. દરમ્યાન ડ્રગ્સ લાવનાર પાકિસ્તાની કેરિયરો દ્વારા અમુક ડ્રગ્સનો જથ્થો અને સેટેલાઇટ ફોનને દરિયામાં ફેંકી દેવાયો હતો. તે વાત બહાર આવ્યા તે વચ્ચે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ દ્વારા કોરીક્રીક વિસ્તારમાંથી ૧પ કરોડની કિંમતના ડ્રગ્સના ત્રણ પેકેટ ઝડપી પાડયા છે. જો કે ડ્રગ્સ માફિયાઓ દ્વારા ભારતમાં ૧૮૦૦ કરોડનંુ ડ્રગ્સ ઘુસાડયું હોવાનું અનુમાન છે જે પૈકી ૧૦૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયામાં નાખી દેવાયેલા ડ્રગ્સના જથ્થા ઉપરાંત સેટેલાઇટ ફોનની પણ તપાસ કરાઇ રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ