બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kutch gujarati singer geeta rabari dengue report comes positive

રોગચાળો / રાજ્યમાં ડેંગીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આ લોકલાડિલી ગાયિકા પણ ડેંગીનો શિકાર

Gayatri

Last Updated: 02:48 PM, 23 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ડેંગની કેસ રાજકુમારીની વાર્તાની જેમ રાતે નથી વધતા એટલા દિવસે વધે છે અને દિવસે નથી વધતા એટલા રાતે વધે છે. ત્યારે ગાયિકા ગીતા રબારી પણ ડેંગીના સંકજામાં સપડાઈ છે. સાથે કચ્છના સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબો પણ ડેંગીની ઝપેટમાં આવ્યા છે.

  • ગીતા રબારીનો કેસ પોઝીટીવ આવતા સારવાર હેઠળ ખસેડાઇ 
  • ગઈ કાલે રાત્રે ડેંગીનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ આવ્યો
  • કચ્છમાં સિવિલ સર્જન પણ ડેંગીના ભરડામાં આવ્યાં

કચ્છની લોક ગાયિકા ગીતા રબારી પણ ડેંગીની ઝપેટમાં આવતા તેને  સારવાર માટે ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.  બે દિવસ તાવ આવ્યા બાદ ગીતા રબારીનો ડેંગીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  કચ્છમાં સિવિલ સર્જન સહિત સાત જેટલા તબીબી પણ ડેંગીની બીમારીમાં સપડાયા છે. 

શું કહે છે ડોક્ટર 


ગીતા રબારીની સારવાર કરનાર ડોક્ટરનું કહેવુ છે કે, ગીતા બે દિવસ પહેલા સાંજે હોસ્પિટલ આવી હતી જ્યાં તેની ફરિયાદ હતી કે બપોરથી તેને તાવ છે તેને પ્રાથમિક સારવાર બાદ પણ તાવ ઓછો ન થતા અમે તેનો બ્લડ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તેનો ડેંગીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેને હોસ્પિટલ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. ડેંગી હોવાથી રિકવરી આવતા હજુ પાંચથી સાત દિવસ લાગશે. હાલ તેની તબિયત સારી છે, તેને કોઈ તકલીફ નથી."

ગીત 'રોંણા શેરમાં રે...' છે. આ ગીતને યુટ્યૂબ પર મચાવી ધૂમ

ગીતા રબારી ગુજરાતની જાણીતા લોક ગાયિકા છે. તેનો જન્મ કચ્છના ટપ્પર ગામમાં થયો છે. તેના અનેક ગીતો ખૂબ પ્રસિદ્ધ થયા છે, જેમાંનું એક ગીત 'રોંણા શેરમાં રે...' છે. આ ગીતને યુટ્યૂબ પર કરોડથી પણ વધારે વખતો જોવામાં આવ્યું છે. ગીતા રબારીએ નાની ઊંમરમાં જ ગાવાનું શરૂ કર્યું હતું. તે ભજન, લોકગીત, સંતવાણી કે પછી ડાયરાઓ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત


ગીતા રબારીએ ગત જુલાઈ મહિનામાં જ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ આ અંગે ટ્વીટ કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, 'ગીતા રબારી જેવા લોકો આપણા સમાજ માટે પ્રેરણા છે. એક સારી પૃષ્ટભૂમિમાંથી આગળ આવતા ગીતાએ પોતાનું કામ ચાલુ રાખ્યું અને આજે તે પોતાના કામમાં અગ્રેસર છે. ગીતાએ ગુજરાતી સંગીતને યુવાઓ વચ્ચે લોકપ્રીય બનાવવાનું કામ કર્યું છે. હું તેનાથી પ્રભાવિત છું. સારા ભવિષ્ય માટે શુભેચ્છા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ