બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kutch girl Suffering from jaundice died in superstition

કચ્છ / અંધશ્રદ્ધામાં દીકરી ગુમાવી.! કમળો ઉતારવા બાળકીને આપ્યા ધગધગતા ડામ, બાદમાં રાજકોટ ખસેડી પણ 2 દિવસમાં થયું મોત

Vishnu

Last Updated: 10:16 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભચાઉમાં સંબંધીના પડોશીએ બાળકીને  કમળો મટાડવા ડામ આપ્યા, રાજકોટની હોસ્પિટલમાં બાળકીનું ટુંકી સારવાર બાદ મોત

  • કચ્છમાં અંધશ્રદ્ધામાં બાળકીને ડામ દેવાનો મામલો 
  • ડામ દેવાયેલ બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ
  • 11 વર્ષની બાળકીને તાવ અને કમળો થયો હતો  

આધુનિક સમયમાં આજે પણ અંધશ્રદ્ધાનું અસ્તિત્વ ઘણી જગ્યાએ જોવા મળે છે. અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ છાશવારે સામે આવતા રહે છે. કચ્છના ગાંધીધામમાં અંધશ્રદ્ધાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગાંધીધામના એરપોર્ટ ચોકડી નજીકના અંબાજી ચાર રસ્તા પાસે રહેતી 11 વર્ષની બાળકીને તાવ અને કમળો આવ્યો હતો. જે બાદ પરિવારે બાળકીને હોસ્પિટલ ભેગી કરવાને બદલે અંધશ્રદ્ધા તરફ દોરાઈ ભચાઉ ભુવા પાસે લઈ ગયા હતા. જ્યાં પાડોશીએ અગરબત્તી વડે ડામ દેતા બાળકીની હાલત ગંભીર થઇ હતી આથી તેણીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં હતી. ત્યારે આજે 2 દિવસની ટુંકી સારવાર બાદ દીકરીએ તરફડીને જીવ ગુમાવ્યો છે. મૃત્યુનુ સાચું કારણ જાણવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું છે.

દીકરીને સારું થઇ જશે તેમ કહી શખ્સે આપ્યા ડામ 
કચ્છના ગાંધીધામમાં પરિવાર સાથે રહેતી જિજ્ઞા રમેશભાઈ મોરવાડિયા નામની બાળકીને 12 દિવસ પહેલા બીમાર પડતા તેમને તાવ આવતો હતો આ દરમિયાન તેણીને કમળાની અસર હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર બાળકીને દવા લેવા હોસ્પિટલમાં લઈ જવાને બદલે બાળકીના દાદી અને પરિવારજનો તેણીને સારવાર માટે ભચાઉ કમળો ઉતરાવવા લઈ ગયા હતા અને ત્યાં તેમને સારું થઈ જવાના બહાના હેઠળ શખ્સે શરીરે ડામ આપ્યા હતા ત્યારબાદ તેમને ઘરે લઈ ગયા હતા. થોડા દિવસ બાદ બાળકીને શરીરે દુખાવો ઉપાડતા તેણીને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સામખીયાળી પોલીસમાં જાણ કરી હતી.

અંધશ્રદ્ધાને ક્યારે ડામશો?
ઉલ્લેખનીય છે કે,આજે પણ અંધશ્રદ્ધામાં મગ્ન બનેલા અમુક લોકો પોતાનાં બાળકો બીમાર પડે ત્યારે ડોકટર પાસે લઈ જવાને બદલે ભૂવા કે ઊંટવૈદો પાસે લઈ જાય છે. આજે પણ ઘણાં લોકો ડામ આપવાથી તેમનાં માંદા બાળકો સાજાં થઇ જશે એવી અંધશ્રદ્ધામાં રહે છે. પરંતુ આમાં બાળક વધુ પીડાય છે અને છેલ્લી ઘડીએ મા-બાપ બાળકને લઇને દવાખાને જ પહોંચે છે. અને બાળકને ખોવાનો વારો આવે છે કારણ કે સારવાર મોડી મળે છે અને ઉપરથી ધગધગતા ડામ બાળકીને માંદગીમાંથી ઊભી કરવાને બદલે તેણે વધુ તકલીફ આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ