બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / krishna janmashtami 2023 date time and shubh muhurat of krishna janmashtami 2023 know the significance of krishna janmashtami

તમારા કામનું / 6 કે 7? કઈ તારીખે ઉજવાશે જન્માષ્ટમી? જાણી લો તિથી, શુભ મુહૂર્ત અને મહત્વ

Kishor

Last Updated: 04:35 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમીએ ભગવાનના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. કૃષ્ણ જન્મોત્સવ બાદ પૂજા અને રાત્રે 12 વાગ્યા પછી પારણા કરવામાં આવે છે. ત્યારે આ અંગેના મુહૂર્ત અને મહત્વ જાણો આ અહેવાલમાં!

  • ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો હોવાની છે માન્યતા 
  • કાન્હાજીના ભક્તો રાખે છે ઉપવાસ 
  • જાણો જન્માષ્ટમી 2023ની તારીખ, શુભ સમય અને મહત્વ વિશે

કાન્હાના જન્મોત્સવ અને હિન્દુ ધર્મના મહત્વના તહેવાર જન્માષ્ટમીને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ ધરતી પર શ્રી કૃષ્ણના રૂપમાં અવતાર લીધો હતો. ત્યારે આ અવસરને ભક્તો દ્વારા જન્માષ્ટમીના તહેવાર તરીકે આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાનના બાળ રૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કૃષ્ણ જન્મોત્સવ પછી ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યા સુધી ઉપવાસ અને પારણા કરવામાં આવે છે. સાથે જ ધાર્મિક ઉત્સવ ઉજવાય છે. આવું કરવાથી ભક્તોના દુઃખ ભગવાન દૂર કરે છે અને ભગવાનની કૃપા બની રહે છે. ત્યારે  જન્મોત્સવ 2023 તારીખ અને શુભ મુહૂર્ત તથા તેના મહત્વ વિશે જાણીએ વિસ્તારથી!

કૃષ્ણ જન્મની રાતે ઘટી હતી આ 5 અનોખી ઘટનાઓ, ભાગ્યે જ જાણતાં હશો | five  amazing facts about krishna
કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે?

વૈદિક કેલેન્ડર અનુસર આ વર્ષે જન્માષ્ટમી ચાલુ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના રોજ એટલે કે 6 સપ્ટેમ્બર, 2023 ના રોજ લગભગ 3:37 વાગ્યે શરૂ થશે. જે 7 સપ્ટેમ્બરે સાંજે 4:14 વાગ્યે સમાપ્ત થશે. વધુમાં 6 સપ્ટેમ્બરે સવારે 9:21 વાગ્યે રોહિણી નક્ષત્ર શરૂ થશે જે 7મીએ સવારે 10:25 વાગ્યે સમાપ્ત થશે. મહત્વનુ છે કે ભગવાન કૃષ્ણનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હોવાથી આ વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી કૃષ્ણનો જમોત્સવ ઉજવવામાં આવશે. આ દિવસે વ્રત રાખવાથી રાખી ગોપાલની પૂજા કરવાથી ધાર્યું ફળ મળે છે.

જન્માષ્ટમી પર તમારી રાશિ મુજબ કરો આ ઉપાય, શુભ સંયોગના કારણે મળશે સારા  પરિણામ | janmashtami 2022 offer these things to lord bal shri krishna to  get blessed gopala
 6 સપ્ટેમ્બર 2023ના રોજ જન્માષ્ટમી ઉજવાશે ત્યારે ભગવાન કૃષ્ણની પૂજા માટેનો શુભ સમય બપોરે 11:47 થી 12:42 સુધી યોગ્ય રહેશે. આ વિશેષ યોગમાં જો વિધિ પ્રમાણે કાન્હાની પૂજા કરવામાં આવે તો તમને ધાર્યા ફળ મળે છે.

સનાતન ધર્મમાં જન્માષ્ટમીનું ખૂબ મહત્વ
સનાતન ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું ખૂબ જ મહત્વ જોડાયેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુજીના આઠમા અવતાર રૂપે શ્રીકૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો. આ શુભ અવસરે લાડુ અને શાલીગ્રામની વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે. તેનો અભિષેક પણ કરવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણના બાલ ગોપાલ સ્વરૂપની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે અને ધાર્યા કામ પણ સફળ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ