બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Kohli, Tendulkar, Rohit Which cricketers have been invited to Ayodhya Ram Temple See the list

અયોધ્યા રામ મંદિર / કોહલી, તેંડુલકર, રોહિત...: કયા કયા ક્રિકેટર્સને અયોધ્યા રામ મંદિર માટે અપાયું છે આમંત્રણ? જુઓ લિસ્ટ

Megha

Last Updated: 02:12 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. સચિન તેંડુલકર જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોની સાથે વર્તમાન ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આમંત્રણ મળ્યું છે.

  • અયોધ્યામાં 'પ્રાણ પ્રતિષ્ઠા' કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે.
  • સચિન તેંડુલકર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહનું આમંત્રણ મેળવનાર પ્રથમ ક્રિકેટર. 
  • ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આમંત્રણ મળ્યું છે. 

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ આવતીકાલે એટલે કે 22મી જાન્યુઆરીએ યોજાનાર છે, જેની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા ભારતીય ક્રિકેટરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેમાં દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર, ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.  

અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં આવનાર VVIP લોકો માટે ટાઈટ સિક્યોરીટી,  પોલીસકર્મીઓની 45 ટીમો પૂરી પાડશે સુરક્ષા | Ayodhya Ram Mandir Tight  security for ...

ભૂતપૂર્વ ક્રિકેટરોની સાથે વર્તમાન ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ આમંત્રણ મળ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે, જ્યારે વર્તમાન કેપ્ટન હરમનપ્રીત કૌરને શનિવારે ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહનું આમંત્રણ મેળવનાર તે પ્રથમ ક્રિકેટર હતા. તેના પછી એમએસ ધોની, વિરાટ કોહલી, રવિચંદ્રન અશ્વિન અને હરમનપ્રીત કૌરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટન કોહલીએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બીસીસીઆઈ પાસેથી મંજૂરી લઈ લીધી છે.

અયોધ્યામાં આજથી વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ સાથે ધાર્મિક વિધિઓ શરૂ, તો  દિલ્હીમાં પણ કરાશે સુંદરકાંડના પાઠનું આયોજન | Ayodhya Ram Mandir Pran  Pratishtha ...

ભારતીય ક્રિકેટ ટીમ 25 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી ટેસ્ટ સીરઝની તૈયારીમાં હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેનો ટ્રેનિંગ કેમ્પ લગાવશે. કોહલી 21 જાન્યુઆરી, રવિવારના રોજ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેશે અને 22 જાન્યુઆરીએ રામ મંદિરની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા જશે.

વધુ વાંચો: VIDEO: ભારતીય ક્રિકેટર્સ સાથે ચાલુ મેચમાં બાંગ્લાદેશી ખેલાડીએ કર્યો દુર્વ્યવહાર, અમ્પાયર્સ પણ ગભરાયા

રામ મંદિર 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ માટે આમંત્રિત ક્રિકેટરોના નામ 
સચિન તેંડુલકર, એમએસ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, સુનિલ ગાવસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, હરભજન સિંહ, વેંકટેશ પ્રસાદ, અનિલ કુંબલે, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મિતાલી રાજ, ગૌતમ ગંભીર અને હરમનપ્રીત કૌર. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ