દેશની મોટી વસ્તી દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.
ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે
ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે
પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા થઈ શકે
જ્યારે પણ લાંબી મુસાફરી અને સરળ મુસાફરીની વાત આવે છે, ત્યારે લગભગ દરેક ભારતીયને ભારતીય ટ્રેનમાં મુસાફરી કરવાની ઇચ્છા હોય છે. આટલું જ નહીં ટ્રેનમાં ઉપલબ્ધ સુવિધાઓ જેવી કે આરામદાયક સીટ, ખાવા-પીવાની સુવિધા અને ટોયલેટની સુવિધા પણ લોકોને પસંદ આવી રહી છે. ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. તે દેશના ગ્રામીણ વિસ્તારોને મોટા મહાનગરો સાથે જોડવાનું કામ કરે છે. દેશની મોટી વસ્તી દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વેએ ઘણા નિયમો બનાવ્યા છે.
એવામાં તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વેના ઘણા નિયમો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો 3 વર્ષ સુધીની સજા અને 10 હજારનો દંડ થઈ શકે છે.
ભારતીય રેલ્વેના ઘણા નિયમો માંથી એક નિયમ ટિકિટ સાથે સંબંધિત છે. જણાવી દઈએ કે આ નિયમ ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવા માટે બનાવવામાં આવ્યો છે અને જો એમ કરતાં કોઈ વ્યક્તિ પકડાઈ જાય તો તેને ભારે દંડ અને ઘણા વર્ષો સુધી જેલ પણ થીઆ શકે છે.
- ઉલ્લેખનીય છે કે રેલ્વે એક્ટની કલમ 143 મુજબ ટોટીંગ કરવું એ એક અપરાધ છે.. ટોટીંગનો મતલબ થાય છે કે ગેરકાયદેસર રીતે ટિકિટ વેચવી.
- ઊંડાણપૂર્વક વાત કરીએ તો ઘણા લોકો નકલી IRCTT ID દ્વારા ટિકિટ વેચે છે અથવા તો ઘણા લોકો બ્લેકમાં ટિકિટ વેચે છે. આવા લોકો જો આવું કામ કરતાં પકડાઈ જાય તો આ લોકો સામે આ કલમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
- જો કોઈ વ્યક્તિ ટોટીંગ કરતાં પકડાઈ તો તેની સામે રેલ્વે પોલીસ કાર્યવાહી કરી શકે છે અને તેના સામે કલમ 147 હેઠળ કાર્યવાહી થઈ શકે છે.