બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / know how to get lpg cylinder in just 500 rupees

ફાયદાની વાત / 500 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર! આ સરકારી યોજના અંતર્ગત લાભાર્થીઓને થશે ફાયદો, જાણો ક્યાં

Arohi

Last Updated: 09:46 AM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG Cylinder Price: સરકારે બીપીએલ પરિવારો અને ઉજ્જવલા યોજના હેઠળ આવતા લોકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે. આવો જાણીએ કઈ રીતે તેનો લાભ ઉઠાવી શકાય છે.

  • 500 રૂપિયામાં મળી શકે છે ગેસ સિલિન્ડર 
  • સરકાર ગરીબ પરિવારોને આપી રહી છે સસ્તા સિલિન્ડર 
  • જાણો કઈ રીતે લેશો આ યોજનાનો લાભ 

મોંઘવારીથી રાહત આપવા માટે સરકારે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરની બુકિંગની સુવિધા આપી છે. તમે ફક્ત 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર ઘરે લાવી શકો છો. તેના માટે તમારે કોઈ અલગ ચાર્જ વસુવાના રહેશે નહીં. જોકે 500 રૂપિયામાં રાંધણ ગેસ સિલિન્ડર દરેકને નથી આપવામાં આવતા. 

500 રૂપિયામાં રસોઈ ગેસ 
રાજસ્થાન સરકારે મુખ્યમંત્રી ગેસ સિલિન્ડર યોજના હેઠળ ગરીબ પરિવારો અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 500 રૂપિયામાં રસોઈ ગેસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.

તેનાથી બીપીએલ કનેક્શન ધારકોના એકાઉન્ટમાં 610 રૂપિયાની સબ્સિડી મળે છે. જ્યારે 410 રુપિયાની સબ્સિડી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવશે. આ સબ્સિડીથી 750 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજો સરકારના ખજાના પર પડશે. 

સસ્તા રાંધણ ગેસ માટે શું કરવું પડશે? 
જો તમે રાજસ્થાન સરકારના નિવાસી છો અને બીપીએલ કે ઉજ્જવલા યોજના હેઠળ આવો છો તો તમે પણ 500 રૂપિયામાં દર મહિને ગેસ સિલિન્ડરનો લાભ ઉઠાવી શકો છો. 

સબ્સિડી લેવા માટે ધારકોએ પોતાનું બેંક એકાઉન્ટ જન આધાર સાથે લિંક કરવાનું રહેશે. જો કોઈ લિંક નહીં કરાવે તો તેને લાભ નહીં આપવામાં આવે. આ યોજના 1 એપ્રિલથી શરૂ થઈ ચુકી છે. 

રાજ્ય સરકારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય પાસેથી બીપીએલ અને ઉજ્જવલા યોજનાની યાદી માંગી છે. ડેટા મળ્યા બાદ સબ્સિડી માટે આગળની પ્રોસેસ પુરી કરવામાં આવશે. 

એકાઉન્ટમાં આવશે સબ્સિડી 
ગેસ કનેક્શન ધારકોએ સપ્લાયરને સંપૂર્ણ નાણા ચુકવીને જ ગેસ લેવાનો રહેશે. ત્યાર બાદ રાજ્ય સરકાર યોગ્ય કનેક્શન ધારકોને એકાઉન્ટમાં સબ્સિડીની રકમ મોકલશે. જેનાથી ગરીબ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળે. 

જણાવી દઈએ કે રાજસ્થાનમાં 73 લાખ પરિવારોને તેનો લાભ મળશે. તેમાં 69 લાખ 20 હજાર ઉજ્જવલા યોજના અને 3 લાખ 80 હજાર બીપીએલ પરિવારના લાભાર્થી શામેલ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ