બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / know about the gujarat's don hill station

હિલ સ્ટેશન / ફેમિલી સાથે ફરવા માટે બેસ્ટ છે સુરતની નજીક આવેલ આ હિલ સ્ટેશન, આબુ-સાપુતારા ભૂલી જશો

Khevna

Last Updated: 03:36 PM, 22 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર ડોન હિલ સ્ટેશન આવેલું છે, જેને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવાય છે. જાણો આ વિષે વિગતવાર

  • ગુજરાતનાં આહવામાં આવેલ છે ડોન હિલ સ્ટેશન 
  • આ એક ઐતિહાસિક સ્થળ તરીકે પણ ઓળખાય છે 
  • આદિવાસી સંસ્કૃતિથી પણ આ જગ્યા છે પ્રભાવિત 

ગુજરાતનાં આહવામાં આવેલ છે ડોન હિલ સ્ટેશન ​​​​​​​

જ્યારે ટુરીઝમની વાત આવે, ત્યારે આપણું ગુજરાત પણ આગળ પડતી ઓળખાણ ધરાવે છે. કચ્છનું રણ હોય કે પછી સોમનાથનું મંદિર. દ્વારકા હોય કે સાસણ ગીર. ગુજરાતમાં ઘણી એવી અદ્ભુત હરવા ફરવાની જગ્યાઓ આવેલી છે, જ્યાં આપણે આરામથી પરિવાર કે પછી મિત્રો સાથે રજાઓ માણી શકીએ છીએ. જો આમાં હિલ સ્ટેશનની વાત કરીએ, તો સૌથી પહેલા બે નામ આપણા મનમાં આવે- એક તો સાપુતારા અને બીજું આબુ. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં જ આવેલું છે. આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. 

આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે. એટલે જ પ્રકૃતિની મોજ માણવા માટે ડોન હિલ સ્ટેશન એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 

ડોન હિલ સ્ટેશન : એક ઐતિહાસિક સ્થળ 
ડોનની ઊંચાઈ 1000 મીટર છે. સાથે જ ડોન હિલ સ્ટેશનને એક ઐતિહાસિક સ્થળ પણ કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે. આ સ્થળને ટ્રેકિંગ માટે બેસ્ટ ગણવામાં આવે છે અને એ જ કારણ છે કે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળે છે. 

ડોન નામ પાછળનો ઈતિહાસ 
આ હિલ સ્ટેશનનું નામ ડોન પાડવા પાછળ પણ એક ઈતિહાસ છે. અંજની પર્વત પાસે આવેલ આ જગ્યાનો સંબંધ રામાયણ સાથે છે. રામાયણનાં સમયે અહી ગુરુ દ્રોણનો આશ્રમ હતો અને વનવાસ દરમિયાન, ભગવાન રામ અને સીતા અહી જ આવ્યા હતા. ગુરુ દ્રોણનાં આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી અને પછી આ પરથી જ આ જગ્યાનું નામ ડોન થઇ ગયું. 

હનુમાનજી સાથે પણ છે સંબંધ 
અહી અંજની પર્વત અને કુંડ પણ આવેલો છે, જેને હનુમાનજીનું જન્મસ્થળ પણ કહેવામાં આવે છે. અહી માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, જેને કારણે અહી એક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. અહી અદ્ભુત પ્રકૃતિનું સૌંદર્ય જોવા મળે છે. ઝરણાં પર્વત પરથી વહીને નીચે 'સ્વયંભૂ શિવલિંગ' રૂપે પૂજાતા શિવલિંગ પર અભિષેક કરે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. 

આદિવાસી સંસ્કૃતિ 
ડાંગ મુખત્વે આદિવાસીઓનો વિસ્તાર છે. અહી આદિવાસી સમુદાયની વસ્તી વધારે છે એટલે કે તેમની રહેણીકહેણી, તેમના ઘર, તેમનું ભોજન જોઇને તમે કંઈક નવું જાણી શકો છો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ