KL Rahul IND Vs AUS 2nd ODI: ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાના સામે 3 મેચોની વનડે સીરિઝ જીતી લીધી છે. વર્લ્ડ કપ પહેલા આ સીરિઝ ખૂબ મહત્વની છે. જેમાં ભારતીય ખેલાડીઓએ બેટિંગ અને બોલિંગ બન્નેમાં કમાલ કરી દીધો હતો.
ઓસ્ટ્રેલિયા સામે જીત બાદ કેએલ રાહુલનું નિવેદન
ઓસ્ટ્રેલિયા સામે સીરિઝની બીજી વનડે 99 રનથી જીત્યું ભારત
બેટિંગ અને બોલિંગ બન્નેમાં ટીમ ઈન્ડિયાનો કમાલ
ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે ઓસ્ટ્રેલિયાના સામે સીરિઝની બીજી વનડે 99 રનોથી જીતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ જે શાનદાર પ્રદર્શન કર્યું અને 399 રનનો મોટો રેકોર્ડ બનાવ્યો તે ચર્ચામાં છે.
વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો લક્ષ્ય મળ્યો પરંતુ ઓસ્ટ્રેલિયા 28.2 ઓવરમાં 217 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ રીતે ભારતે 3 મેચોની વનડે સીરિઝ પણ પોતાના નામે કરી લીધી. ટીમના તત્કાલીન કેપ્ટન કેએલ રાહુલે શાનદાર જીત છતાં એક વાતને લઈને નિરાશા વ્યક્ત કરી છે.
ઈંદૌરમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન
ઈંદૌરના હોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ સીરિઝની બીજી વનડેમાં ભારતે 5 વિકેટ પર 399 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. ઓપનર શુભમન ગિલ, શ્રેયસ અય્યરે સેન્ચુરી માર્યા બાદ સૂર્યકુમાર યાદવે 37 બોલ પર 72 રનોની શાનદાર ઈનિંગ રમી. કેપ્ટન કેએલ રાહુલે 52 રનોનું યોગદાન કર્યું. તેના બાદ વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો.
પરંતુ ટીમ 28.2 ઓવરમાં 217 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ઓસ્ટ્રેલિયા માટે સીન એબોટે સૌથી વધારે 54 રન બનાવ્યા જ્યારે ડેવિડ વોર્નરે 53 રનનું યોગદાન આપ્યું. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રવીંદ્ર જાડેજાએ 3-3 વિકેટ લીધી.
દરેક ખેલાડીએ કામ પર ધ્યાન આપવું જરૂરી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે જીત બાદ કહ્યું, "સવારે જ્યારે મેં વિકેટ જોઈ તો એ વિચાર્યું ન હતું કે આટલું સ્પિન કરશે. બોર્ડ પર 400 લગાવવાથી તમને આત્મવિશ્વસ મળે છે. હકીકતે આ કોઈ અમારો નિર્ણય નથી. અમારૂ કામ સ્પષ્ટ છે. પ્લેઈંગ-11માં સિલેક્ટ થનાર દરેક શખ્સને પોતાના કામ પર ધ્યાન આપવું જરૂરી છે. બધા આમાથી પસાર થઈ ચુક્યા છે. તમારે સારૂ પ્રદર્શન કરતા રહેવાનું છે અને તકની રાહ જોવાની છે. "
ફિલ્ડિંગને લઈને નિરાશ કેપ્ટન રાહુલ
રાહુલે ટીમની ફિલ્ડિંગને લઈને નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, "અમે અમુક કેચ છોડ્યા છે. પરંતુ દૂધિયા રોશનીમાં ફિલ્ડિંગ કરવી શારીરિક રીતે પડકાર છે. ટીમના કોચ અમને ફિટ રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક ભુલ થઈ જાય છે. પ્રતિબદ્ધતા હંમેશા રહે છે. આ તેનાથી સીખશે. તેને દૂર કરીશુ અને બીજી મેચમાં સારૂ પ્રદર્શન કરીશું. વર્લ્ડ કપ હવે ફક્ત થોડા અઠવાડિયા જ દૂર છે. બધા ખેલાડી તેનો ભાગ બનશે. તેમને પડકારથી અભ્યસ્ત થવાની જરૂર છે. તે મેદાન પર વાપસી કરવા માટે ઉત્સુક હશે."