બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Keto diet: Following this diet for a long time can harm the body

લાઇફસ્ટાઇલ / વજન ઓછું કરવા માટે શું તમે અપનાવી રહ્યાં છો કીટો ડાયટ? તો ચેતી જજો, તેના ગેરફાયદા પણ છે

Pooja Khunti

Last Updated: 10:36 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Keto diet side effects: આજકાલ લોકોમાં કીટો ડાયટ કરવાનું ટ્રેન્ડ ચાલી રહ્યું છે. ઘણા સંશોધનો દર્શાવે છે કે સતત કીટો ડાયટ ફોલો કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ થઈ શકે છે.

  • વજન ઓછું કરવા લોકો કીટો ડાયટ ફોલો કરતા થયા
  • આ ડાયટ ઘણા લોકો માટે યોગ્ય નથી
  • કીટો ડાયટ કરવાથી શરીરનાં મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે

આજકાલ વજન ઓછું કરવા લોકો કીટો ડાયટ ફોલો કરતા થયા છે. કીટો ડાયટની અંદર વધુ માત્રામાં ફેટ, સંતુલિત માત્રામાં પ્રોટીન અને ખુબજ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટ લેવામાં આવે છે. આ ડાયટની અંદર વટાણા, માંસ, ચીજ, ઈંડા, ચિકન, નટ્સ, સીફૂડ અને બીજ લેવામાં આવે છે. હવે પ્રશ્ન એમ છે કે શું આ ડાયટ શરીર માટે યોગ્ય છે કે નહીં. અમુક સોધ મુજબ એવું સામે આવ્યું છે કે આ ડાયટ આપણાં શરીર માટે નુકસાનકારક છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું એવું માનવું છે કે થોડા સમય માટે આ ડાયટ ફોલો કરી શકાય. લાંબા સમય સુધી આ ડાયટને ફોલો કરવાથી શરીરને નુકસાન થઈ શકે છે.

કીટો ડાયટથી કેવી રીતે વજન ઓછું થાય 
કીટો ડાયટની અંદર કાર્બ્સની માત્રા ખુબજ ઓછી હોય છે. તેથી તમે ફળ, શાકભાજી, ઈંડા, માંસ વગેરે ખાય શકો. રોટલી, ભાત અને બટાકા જેવાં કાર્બોહાઈડ્રેટ ફૂડ્સ બિલકુલ ન ખાવા જોઈએ. તેની જગ્યાએ પ્રોટીન અને ફેટની વધુ માત્રા વાળા ફૂડ્સનું સેવન કરવાનું હોય છે. કાર્બ્સની ઓછી માત્રાનું સેવન કરવાથી શરીરને ઉર્જા નથી મળતી અને ત્યારે શરીર સંગ્રહિત ચરબીને તોડીને ઉર્જા મેળવે છે. આ પ્રક્રિયાને કીટોસિસ કહેવામાં આવે છે. શરીરને ઉર્જા માટે ચરબીનો ઉપયોગ કરવો પડે છે. જેના કારણે વજન ઓછું થવા લાગે છે. આ ડાયટ ઘણા લોકો માટે યોગ્ય નથી. 

સ્ટ્રોકનું જોખમ 
એક સોધ મુજબ કીટો ડાયટ કરવાથી શરીરનાં મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે. આ ડાયટની અંદર કાર્બોહાઈડ્રેટ ખુબજ ઓછું અને ફેટ વધુ પ્રમાણમાં હોય છે. જેના કારણે લોહીની અંદર ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે છે. જેથી સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. આ ડાયટનાં કારણે શરીરને જરૂરી પોષક તત્વો મળી શકતા નથી. એટલા માટે ડોક્ટરની સલાહ વગર કીટો ડાયટ ફોલો ન કરવી જોઈએ. નહીંતર સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.  

કિડની પર અસર 
માંસ અને ચીજ વગેરે જેવાં ફૂડ્સ કીટો ડાયટની અંદર આવે છે. આ ફૂડ્સની અંદર કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે.  આ ફૂડ્સ ખાવાથી કિડની પર હાનિકારક અસર થાય છે. આ ફૂડ્સ પેશાબ અને લોહીને વધુ એસીડીક બનાવે છે. પેશાબમાં કેલ્શિયમની માત્રા વધી જાય છે. આ બધું મળીને કિડની સ્ટોન અને કિડનીની કાર્યક્ષમતા ખરાબ કરવાનું કામ કરે છે. એટલા માટે કીટો ડાયટમાં નૉનવેજ ફૂડ્સનું સેવન ખુબજ ઓછું કરવું જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ