બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / Keshav Maharaj of South Africa keen on Ayodhya Ram Temple

અયોધ્યા રામ મંદીર / VIDEO: અયોધ્યા રામ મંદિર માટે સાઉથ આફ્રિકાનો કેશવ મહારાજ ઉત્સુક, "જય શ્રી રામ" પાઠવ્યો ખાસ સંદેશ

Priyakant

Last Updated: 09:14 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે મારી શુભકામનાઓ પાઠવવા માંગુ છું

  • ભારતીય મૂળનો દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર કેશવ મહારાજ પણ રામભક્તિમાં રંગાયા
  • રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા પોતાની કેશવ મહારાજે શુભકામનાઓ મોકલી
  • કેશવ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે વિવિધ મંદિરોની મુલાકાત લે છે

Ayodhya Ram Mandir : ભારતીય મૂળનો દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટર કેશવ મહારાજ પણ રામભક્તિમાં રંગાયા છે. કેશવે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા પોતાની શુભકામનાઓ મોકલી છે. આ સમારોહ 22 જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર છે. કેશવ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે વિવિધ મંદિરોની મુલાકાત લે છે. 

શું કહ્યું કેશવ મહારાજે ? 
કેશવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં તે કહે છે, 'દરેકને નમસ્કાર. હું દક્ષિણ આફ્રિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને અયોધ્યામાં બની રહેલા રામ મંદિર માટે મારી શુભકામનાઓ પાઠવવા માંગુ છું. હું આશા રાખું છું કે આ વિશ્વમાં શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક જ્ઞાન આવે. જય શ્રી રામ.'

તમને જણાવી દઈએ કે કેશવ મહારાજના પૂર્વજો ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ડરબન ગયા હતા. કેશવ મોટાભાગે ધાર્મિક પ્રવૃતિઓમાં સામેલ રહે છે. તે ICC ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન ભારતમાં હતો. અને આ પ્રવાસમાં તેમણે અનેક મંદિરોની મુલાકાત લીધી હતી.

કેશવે તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. તાજેતરમાં કેશવે કહ્યું હતું કે, તે ભવિષ્યમાં અયોધ્યા ચોક્કસ આવશે. મહત્વનું છે કે, જ્યારે પણ 'ઓમ' લખેલા બેટથી મહારાજ બેટિંગ કરવા આવે છે ત્યારે ડીજે તેમના સ્વાગત માટે રામ સિયારામ ગીત વગાડે છે. કેશવ હાલમાં SA20માં ડરબન સુપર જાયન્ટ્સનું નેતૃત્વ કરી રહ્યો છે. અત્યારે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં ઉપરના ભાગમાં છે. ટીમે અત્યાર સુધીની મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. આ ટીમનું હોમ ગ્રાઉન્ડ એ જ મેદાન છે જ્યાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી.

વધુ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે આ 4 દિગ્ગજોને જ એન્ટ્રી, જુઓ કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

જો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વાત કરીએ તો તમામ દિગ્ગજ અયોધ્યા પહોંચી ગયા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદે પણ તૈયારીઓનું ધ્યાન રાખવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્પિનર ​​અને મુખ્ય કોચ અનિલ કુંબલે પણ પહોંચી ગયા છે. રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પણ અયોધ્યા આવી ચૂક્યા છે. સમારોહની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આજે એટલે કે 22 જાન્યુઆરી, સોમવારે એક ભવ્ય સમારોહમાં રામ મંદિરનો અભિષેક કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ