બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Keep these five things at home to get rid of financial crisis Lakshmi will grace

વાસ્તુશાસ્ત્ર / સુખ, સમૃદ્ધિ તમારાથી હાથ વેંત છે દૂર, બસ ઘરમાં રાખો આ પાંચ વસ્તુ, ખિસ્સા ગરમ જ રહેશે

Manisha Jogi

Last Updated: 04:13 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ધન લાભ અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટેના 5 ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

•    વાસ્તુદોષના કારણે ઊભું થાય છે નાણાંકીય સંકટ.
•    વાસ્તુ સંબંધિત દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય.
•    આ ઉપાય અપનાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે.

આજના સમયમાં પૈસા વગર કામ થતું ના હોવાતી તમામ લોકોને ધનની જરૂર હોય છે. લોકો પૈસા કમાવા માટે ખૂબ જ મહેનત કરે છે, પરંતુ ઘણી વાર તેનું ફળ મળતું નથી. ઉપરાંત જે પણ પૈસા કમાયા છે, તે વધુ દિવસ સુધી ટકી શકતા નથી. વાસ્તુ અનુસાર ધન સંબંધિત પરેશાનીઓ માટે ઘરનું વાસ્તુદોષ જવાબદાર હોય છે. વાસ્તુ સંબંધિત દોષ હોય તો લાખ કોશિશ કરવા છતાં પણ ઉચિત લાભ મળતો નથી. 

વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, જે ઘરમાં નકારાત્મક શક્તિ હોય છે, તે ઘરમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં ધન લાભ અને જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટેના 5 ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય અપનાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ તથા માતા લક્ષ્મીની કૃપા વરસે છે. 

ભગવાન ગણેશની મૂર્તિ

હિન્દુ ધર્મમાં ભગવાન ગણેશને વિધ્નહર્તા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દોષને ખતમ કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ લગાવવી જોઈએ. ભગવાન ગણેશ તમામ પ્રકારના વિધ્ન દૂર કરે છે. 

વાંસળી

વાસ્તુમાં વાંસળીને વાસ્તુ સંબંધિત તમામ દોષ દૂર કરવા માટે ખૂબ જ કારગર માનવામાં આવે છે. વાંસળી સકારાત્મકતાનું પ્રતિક છે. આર્થિક પરેશાની દૂર કરવા માટે ઘરમાં વાંસળી રાખવી જોઈએ, જેનાથી માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે. પૂજા ઘરમાં વાંસળી રાખવાથી શિક્ષા, વેપાર અને નોકરીમં આવનાર તમામ સમસ્યા દૂર થઈ જાય અને સુખ, સમૃદ્ધિ તથા સંપત્તિની પ્રાપ્તિ થાય છે. 

માઁ લક્ષ્મી અને કુબેરનો ફોટો

માઁ લક્ષ્મી અને ભગવાન કુબેરને સુખ પ્રદાન કરનાર તથા સારી આવક પ્રદાન કરનાર દેવી દેવતા માનવામાં આવે છે. ધનની વૃદ્ધિ માટે ઘરમાં માતા લક્ષ્મી અને ભગવાન કુબેરનો ફોટો જરૂરથી હોવો જોઈએ તથા પૂજા પાઠ પણ કરવા જોઈએ. 

ઘરમાં રાખો શંખ

વાસ્તુ દોષ દૂર કરવા માટે શંખમાં ખૂબ જ અદભુત ક્ષમતા રહેલી છે. નિયમિતરૂપે શંખ વગાડવાથી આસપાસ સકારાત્મકતા રહે છે. માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય હોય છે. જે ઘરમાં શંખ હોય છે, ત્યાં માતા લક્ષ્મી પોતાની અપરંપાર કૃપા વરસાવે છે. ઘરમાં વાસ્તુ દોષ થતો નથી અને નાણાંકીય પરેશાની દૂર થાય છે. 

છોલેલું નારિયેળ

શંખની જેમ જ છોલેલા નારિયેળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તથા માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. માન્યતા અનુસાર જ્યાં છોલેલું નારિયેળ હોય છે, ત્યાં વાસ્તુ દોષ ઉત્પન્ન થતો નથી. ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બનેલી રહે છે, જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ આવતું નથી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ