બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / keep stomach cool and healthy with sabja seeds

હેલ્થ ટિપ્સ / પેટ પણ ઠંડુ રહેશે અને પાચનક્રિયા પણ થશે યોગ્ય રીતે, બસ આજથી આ બીજને કરો ડાયટમાં સામેલ

Arohi

Last Updated: 09:40 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sabja Seeds Benefits: સબજાના બીજ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે જેના કારણે તે સ્વાસ્થ્યને ખૂબ જ લાભ પહોંચાવે છે. ગરમીઓમાં તેનું સેવન સૌથી વધારે ફાયદો કરે છે.

  • ઉનાળામાં કરો સબજાના બીજનું સેવન 
  • શરીર માટે છે ખૂબ જ ફાયદાકારક 
  • પોષક તત્વોથી ભરપૂર છે સબજાના બીજ 

ઉનાળાની ઋતુમાં ગરમીના કારણે ડિહાઈડ્રેશન અને સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ વધી જાય છે. તાપ અને વધતું તાપમાન, વાળ, ત્વચા, પાચન ક્રિયાને પ્રભાવિત કરે છે. આ સિઝનમાં સૌથી વધારે પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થાય છે. પેટની ગરમી વધી જાય છે. 

લોકો ગેસ, હાર્ટબર્ન, એસિડિટીથી પરેશાન રહે છે. ભોજન પણ નથી ખવાતું, આ દરેક સમસ્યાઓનો એક ઈલાજ છે સબ્જાના બીજ. જી હાં આ એક કૂલિંગ એજન્ટ છે. જે પેટને ઠંડું રાખે છે. પોષક તત્વોથી ભરપૂર છે જે તમને ઓવર હેલ્થ માટે ફાયદો કરે છે. 

કેમ ફાયદાકારક છે સબજાના બીજ? 

  1. સબજાના બીજમાં મર્યાદિત પ્રમાણમાં કેલેરી મળી આવે છે. તેમાં પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને ફાઈબરનું પ્રમાણ મળી આવે છે. તેના ઉપરાંત તેમાં જરૂરી પ્રમાણમાં ઓમેગા 3 ફેટી એસિડ રહેલું હોય છે જેના કારણે આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. 
  2. પાચન માટે સબજાના બીજ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં યોગ્ય માત્રામાં ફાઈબર હોય છે અને ફાઈબર પાચન ક્રિયા માટે ખૂબ જ જરૂરી છે. શરીરમાં રહેલા એચસીએલના એસિડિક ઈફેક્ટને ન્યૂટ્રલાઈઝ કરી દે છે. તેમાં રહેલા કૂલિંગ પ્રોપર્ટી પેટને ઠંડક આપે છે અને અપચાની સમસ્યા નથી થવા દેતા. 
  3. સબજામાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. એવામાં જો તમે તેનું સેવન કરી લો તો લાંબા સમય સુધી તમને ભુખ નહીં લાગે. તમે ક્રેવિંગ પર નિયંત્રણ રાખી શકશો. તેનાથી તમને એક્સ્ટ્રા કેલેરી નહીં મળે. જંક ફૂડનું સેવન નહીં કરો અને તેનાથી વેટ મેનેજ કરવું સરળ બનશે. તેના ઉપરાંત તેમાં અલ્ફા લિનોલેનિક એસિડ મળી આવે છે. આ ફેટ બર્નિંગ મેટાબોલિઝમને રેગ્યુલેટ કરે છે. 
  4. ઓછું પાણી પીવાના કારણે અથવા ઈન્ફેક્શનના કારણે મોટાભાગે યુટીઆઈની સમસ્યા થઈ જાય છે એવામાં સબજાના પાણીનું નિયમિત સેવન કરવાથી તમે હાઈડ્રેટ રહેશો અને યુટીઆઈની સમસ્યાથી બચી જશો. 
  5. જો તમારી ત્વચા ડ્રાય છે. તેના પર ટેનિંગ આવી ગઈ છે તો તમે સબજાના બીજને પ્રભાવિત એરિયામાં એપ્લાય કરી શકો છો. તેના ઉપરાંત તમે તેનું સેવન કરો છો તો કોલેજન પ્રોડક્શનને આ પ્રોત્સાહન આપે છે. તેનાથી તમારી સ્કીન ટાઈટ રહેશે. ન્યૂ સ્કિન સેલ્સ આવવામાં મદદ મળશે. 
  6. ડાયાબિટીસના દર્દી માટે સબજાના બીજ વરદાન જેવા છે. સબજા સીડ્સના સેવનથી શુગર કંટ્રોલ રહે છે. 
  7. જો તમે સબજાના બીજ ખાઓ છો તો તેનાથી તમારી રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. તેના ઉપરાંત આ વાળને પણ સુંદર બનાવવામાં મદદ કરે છે. કારણ કે તેમાં પ્રોટીન અને આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળ મજબૂત અને ચમકદાર બને છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ