બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Keem police seized a factory of fake ghee in Bola village of Allpad

કાર્યવાહી / સુરતમાં ફરી વાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરી ઝડપાઈ, બનાવવામાં કેવું કેવું વાપરતા હતા?

Dinesh

Last Updated: 10:08 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surat news : ઓલપાડના બોલાવ ગામમાં કીમ પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવાના ષડયંત્રનો પર્દાફાશ કરી રૂપિયા 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે

  • સુરતમાં ફરી નકલી ઘી ઝડપાયું
  • ઓલપાડના બોલાવ ગામમાં નકલી ઘી ઝડપાયું 
  • પોલીસે રૂપિયા 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો


સુરત શહેરમાં જાણે તહેવારો સમયે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયાઓ બેફામ બન્યા હોય તેમ એક પછી એક નકલી ઘીનો કાળો કારોબાર પકડાઇ રહ્યો છે. ત્યારે ફી ઓલપાડમાં ફરી એકવાર નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. 

નકલી ઘી બનાવાના ષડયંત્રનો પર્દાફાશ
ઓલપાડના બોલાવ ગામમાં પોલીસે દરોડા પાડી શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તથા સાધન સામગ્રી જપ્ત કરી છે. અહીં કેમિકલનો ઉપયોગ કરી નકલી ઘી બનાવાતું હોવાનો ખુલાસો થયો છે. કીમ પોલીસે બાતમીના આધારે નકલી ઘી બનાવાના ષડયંત્રનો પર્દાફાશ કરી રૂપિયા 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે  પોલીસ દ્વારા ઘીની વધુ તપાસ માટે તેના સેમ્પલ FSLમાં મોકલવામાં આવ્યા છે.  ફેકટરીમાં વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ તે ઘીને નાનાથી લઈ મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતા હતા. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો લગાડવામાં આવતા હતા. કારખાનામાંથી બે ટાંકીઓ મળી આવી હતી. જેમાં એક ટાંકી માં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિયન ઘી મળી આવ્યું હતું. જેમાં દાલડા ધી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. 

નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું
મહત્વનું છે કે, માત્ર નાની - મોટી બોટલો નહી પરંતુ નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે થોડા દિવસો અગાઉ જ ઓલપાડના સાયણ રોડ પરથી એક સોસાયટીનીના મકાનમાંથી આજ પ્રકારની એમ.ઓ ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવી રહ્યું હતું,  પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ