બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / karwa chauth 2022 shubh muhurat according to zodiac sign wear these colour clothes

Karwa Chauth 2022 / ક્યારે છે કરવા ચોથ? પતિની લાંબી ઉંમર માટે રાશિ અનુસાર પસંદ કરો કપડાનો રંગ, થશે લાભ

Arohi

Last Updated: 01:09 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જલા વ્રત કરે છે.

  • જાણો ક્યારે છે કરવા ચોથનું વ્રત 
  • પતિની લાંબી ઉંમર માટે કરવામાં આવે છે વ્રત 
  • રાશિ અનુસાર પસંદ કરો કપડાંનો રંગ 

હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું ખાસ મહત્વ છે. કરવા ચોથનું વ્રત પણ ખાસ છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવા ચોથનું વ્રત રાખે છે. 16 શણગાર સજે છે અને ચોથ માતાની પૂજા કરે છે. 

આ દિવસે આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 13 ઓક્ટોબરે કરવામાં આવશે. કરવા ચોથના દિવસે મહિલાઓ ચંદ્રના દર્શન કર્યા પછી જ પતિના હાથથી જળ ગ્રહણ કરીને પોતાનું વ્રત તોડે છે. 

રાશિ અનુસાર કરો રંગની પસંદગી 
જ્યોતિષ શાસ્ત્રમાં રંગોનું પણ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે. કોઈપણ શુભ કાર્ય અથવા ધાર્મિક વિધિ દરમિયાન શુભ રંગ ધારણ કરવા માટે કહેવામાં આવે છે. કરવા ચોથના શુભ દિવસે જો મહિલાઓ રાશિ પ્રમાણે રંગ પસંદ કરે છે તો તે તેમના માટે લકી સાબિત થશે. 

તેમજ રાશિ પ્રમાણે વસ્ત્ર પહેરીને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આવો જાણીએ કઈ રાશિની મહિલાઓએ કયા રંગના કપડાં પહેરવા જોઈએ.

મેષ
આ રાશિની મહિલાઓએ લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી દાંપત્ય જીવનમાં મધુરતા આવશે. તમને જણાવી દઈએ કે મેષ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે અને તેમનો લાલ રંગ સાથે ખાસ સંબંધ છે.

વૃષભ
આ રાશિની મહિલાઓએ ગુલાબી રંગના કપડાં પહેરવા જોઈએ. તેમનો સ્વામી ગ્રહ શુક્ર છે અને ગુલાબી રંગ સાથે તેમનો ખાસ સંબંધ છે.

મિથુન
તેમનો સ્વામી બુધ દેવ હોવાથી તેમનો સંબંધ લીલા રંગ સાથે છે. કરવા ચોથ પર આ રાશિની મહિલાઓ લીલા વસ્ત્રો પહેરીને પૂજા કરે છે.

કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિની મહિલાઓએ સફેદ વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ. આ સિવાય પૂજા સમયે મરૂન અથવા સિલ્વર રંગના કપડાં પણ પહેરી શકાય છે.

સિંહ
આ જાતકોએ વાદળી વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ. આનાથી પતિ-પત્નીના પરસ્પર સંબંધ મજબૂત થશે.

કન્યા
પીળા રંગના કપડાં તેમના માટે શુભ ફળદાયી સાબિત થશે. પીળો રંગ સુખનું પ્રતીક માનવામાં આવે છે.

તુલા
જો આ રાશિની મહિલાઓ ગુલાબી વસ્ત્રો પહેરીને પૂજા કરે છે તો દાંપત્ય જીવનમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે.

વૃશ્ચિક
આ રાશિની મહિલાઓએ લાલ કે કેસરી રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવી જોઈએ. તેનાથી પતિ સાથેનો સંબંધ મજબૂત બને છે.

ધન
આ રાશિ માટે પીળા રંગના કપડાં પણ શુભ રહેશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી પતિને લાંબી ઉંમરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

મકર
આ ​​રાશિની મહિલાઓએ કરવા ચોથના દિવસે મરૂન રંગના કપડા પહેરે તો સારું રહેશે. તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.

કુંભ
આ રાશિની મહિલાઓ માટે હલકા વાદળી રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે. આ રંગીના વસ્ત્રો પહેરીને પૂજા કરવાથી પતિની કારકિર્દીમાં વધારો થશે.

મીન
મીન રાશિની મહિલાઓએ પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. તેનાથી પતિ સાથેના વૈવાહિક સંબંધો મજબૂત થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ