બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / karwa chauth 2022 rare coincidence made after 46 years

ધર્મ / આ વખતે કરવા ચોથનું મહત્વ છે બમણુ! 46 વર્ષ બાદ બની રહ્યા છે ત્રણ દુર્લભ યોગ, લાભ માટે કરો આ ઉપાય

Arohi

Last Updated: 07:48 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

13 ઓક્ટોબર, 2022 ના રોજ ઘણા અદ્ભુત યોગોનો સંયોગ બની રહ્યો છે. સાથે જ આ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ પણ બની રહી છે. જે આ દિવસનું મહત્વ બમણું કરી રહી છે.

  • 13 ઓક્ટોબરે છે કરવા ચોથ
  • બની રહી છે ગ્રહોની ખાસ સ્થિતિ 
  • 3 સુખ સંયોગ આપશે લાભ 

આ વર્ષે કરવા ચોથનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. 13 ઓક્ટોબર, 2022 ના રોજ ઘણા અદ્ભુત યોગોનો સંયોગ બની રહ્યો છે. સાથે જ આ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ પણ બની રહી છે. જે આ દિવસનું મહત્વ બમણું કરી રહી છે.

આ વખતે કરવા ચોથ પર 46 વર્ષ પછી એક દુર્લભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે પરણીત લોકોને શુભ ફળ મળશે. ચાલો જાણીએ કે આ વર્ષનું કરવા ચોથનું વ્રત શા માટે ખાસ છે.

46 વર્ષ પછી કરવા ચોથ પર બની રહ્યો છે ખાસ સંયોગ
કરવા ચોથ પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય અને મહાલક્ષ્મીની રચના થઈ રહી છે. 13 ઓક્ટોબર 2022 ના રોજ, કરવા ચોથે ગુરુવાર છે. આ દિવસે 46 વર્ષ પછી ગુરુ ગ્રહ તેની પોતાની રાશિ મીન રાશિમાં રહેશે. આવો સંયોગ 23 ઓક્ટોબર 1975ના રોજ બન્યો હતો.
વિવાહિત જીવનમાં ગુરુ-શુક્ર ગ્રહો મહત્વની ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં કરવા ચોથ પર ગુરુ તેમની રાશિમાં હોવાને કારણે, પતિ-પત્નીને સુખી દામ્પત્ય જીવન અને સૌભાગ્ય મળશે.

ગ્રહોની સ્થિતિ 
ગુરુની સાથે શનિ મકર રાશિમાં ચંદ્ર વૃષભ રાશિમાં જ્યારે બુધ અને શુક્ર કન્યા રાશિમાં બેઠા છે. મંગળ પોતાના નક્ષત્રમાં રહેશે. આ વખતે રોહિણી નક્ષત્ર કરવા ચોથ પર રહેશે. કરવા ચોથ પર ગ્રહોની આ શુભ સ્થિતિ વ્રત પર પણ અસર કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરવા ચોથના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રની પૂજા કરવાથી પતિના લાંબા આયુષ્યની કામના પૂર્ણ થશે. 

કરવા ચોથ પર ગુરુને મજબૂત કરવાના ઉપાય

  • સુખી દામ્પત્ય જીવન માટે ગુરુનું કુંડળીમાં બળવાન હોવું ખૂબ જ જરૂરી છે. વર્ષો બાદ કરવા ચોથના દિવસે ગુરુવાર આવી રહ્યો છે ત્યારે આવો સંયોગ બન્યો છે. કરવા ચોથ એ વિવાહિત જીવન સાથે સંબંધિત તહેવાર છે અને ગુરુવાર ગુરુને સમર્પિત છે.
  • જો તમારી કુંડળીમાં ગુરુ નબળી સ્થિતિમાં હોય તો કરવા ચોથના દિવસે કરવામાં આવેલ ઉપાય જીવનમાં સુખ લાવી શકે છે. કરવા ચોથના દિવસે પતિ-પત્ની એકસાથે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. પૂજામાં વિષ્ણુને પીળા ફૂલ, ફળ, વસ્ત્ર વગેરે અર્પણ કરો.
  • પતિ-પત્ની વચ્ચે સુમેળ બનાવવા માટે કરવા ચોથના દિવસે એકસાથે 108 વાર ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરો. તેનાથી ગુરુની કૃપા પ્રાપ્ત થશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ