Kartik Aaryan: બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મની શૂટિંગ પુરી થઈ છે. આ વચ્ચે કાર્તિકે નવી પોસ્ટ શેર કરી છે.
ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'ને લઈને ચર્ચામાં કાર્તિક
હાલમાં જ પુરી થઈ ફિલ્મની શૂટિંગ
કાર્તિકની નવી પોસ્ટ ચર્ચામાં
બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાના સ્વીટ નેચર માટે પણ જાણીતા છે. કાર્તિક જેને પણ મળે છે તેમના ચહેરા પર ખુશી લઈ જાય છે. એક્ટરનો બિંદાસ અને કૂલ અંદાજ તેમના ફેંસ ખૂબ જ પસંદ કરે છે. કાર્તિકે આ વચ્ચે એક વખત ફરી કંઈક એવું કરી દીધુ છે જેનાથી તેમના ફેંસ ખૂબ જ ખુશ છે. કાર્તિકના નેચરના એક વખત ફરી વખાણ થઈ રહ્યા છે.
બોડીગાર્ડના લગ્નમાં શામેલ થયા કાર્તિક
હકીકતે કાર્તિક આર્યને હાલમાં જ પોતાના બોડિગાર્ડ સચિનના લગ્નમાં હાજરી આપી છે. આ લગ્નમાં એક્ટર શામેલ થયા સાથે જ તેમણે બોડીગાર્ડ અને તેની પત્ની સાથે ફોટો ક્લીક કરાવ્યો.
આ ફોટોને કાર્તિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કર્યો છે. આ ઉપરાંત કેપ્શનમાં એક્ટરે ન્યૂ જોડીને લગ્નની શુભકામનાઓ પણ આપી છે. પહેલી તસવીરમાં કાર્તિક, સચિન અને તેમની પત્ની ગ્રુપ ફોટોમાં જોવા મળી રહ્યા છે.
બીજા ફોટોમાં ફક્ત કાર્તિકનો ક્લોઝ અપ શોર્ટ છે. પોતાના બોડીગાર્ડમાં શામેલ થવા માટે કાર્તિકે પીળા રંગના પ્લેન શર્ટ અને બ્લૂ કલરની જીન્સને પસંદ કર્યું છે. સાથે જ તેમણે બ્લેક કલરના શેડ્સ પણ પહેર્યા છે. કાર્તિકની આ સ્વીટ જેસ્ચર તેમના ફેંસને ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ કમેન્ટ્સ દ્વારા કાર્તિકના આ સ્ટેપના વખાણ કરી રહ્યા છે.