બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Karthik Aaryans Shahzada is loaded with entertainment the comedy-romance film gets a great opening

મનોરંજન / એન્ટરટેનમેન્ટથી લોડેડ છે કાર્તિક આર્યનની 'શેહઝાદા', કોમેડી-રોમાંસથી ભરેલી ફિલ્મને મળી શાનદાર ઓપનિંગ, જાણો રિવ્યૂ

Arohi

Last Updated: 01:34 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ-હિંદી ફિલ્મોના ક્રોસ કલ્ચરને તો આપણે બધા જાણીએ જ છીએ. દૃશ્યમની સીરીઝની વાત હોય, કબીર સિંહ હોય કે જર્સી. હવે આ કડીમાં અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ Ala Vaikunthapurramulooની હિંદી રીમેક શેહઝાદા જોડાઈ ગઈ છે. આ ફિલ્મ દ્વારા કાર્તિક આર્યન ટિપિકલ મસાલા ફિલ્મ સાથે પોતાની એક્ટિંગ એક્સપ્લોર કરી રહ્યો છે.

  • કાર્તિક આર્યન લઈને આવ્યો ધમાકેદાર ફિલ્મ 
  • ટિપિકલ મસાવા ફિલ્મ સાથે થઈ એન્ટ્રી 
  • જાણો આર્યનની આ ફિલ્મ કેવી છે

એક પરફેક્ટ ફિલ્મની પરિભાષા વિશે વાત કરીએ તો તેમાં ડાંસ હોય, હિરો વિલનની ખોબ ધોલાઈ કરે, રોમાંસ કરે, મ્યુઝિક ઓન ટોપ હોય અને ઈમોશનની સાથે સાથે કોમેડી પણ હોય. કાર્તિક આર્યન કંઈક આજ ફોર્મુલા સાથે પોતાના ફેંસ માટે 'શેહઝાદા' ફિલ્મના રૂપમાં એક ફૂલ ટૂ મસાલા ફિલ્મ લઈને આવ્યો છે. જાણો કેવી છે આ ફિલ્મ.... 

સ્ટોરી 
જીંદલ એન્ટરપ્રાઈઝના માલિત રણદીપ જિંદલ અને તેમની કંપનીમાં કામ કરતા સ્ટાફ બાલ્મિકીના ઘરમાં દિકરાનો જન્મ થાય છે. કોઈ કારણથી બાલ્મિકી બંન્ને બાળકોની અદલા બદલી કરી દે છે. એવામાં જીંદલ કંપનીનો એક માત્ર વારીસ બંટૂ એટલે કે કાર્તિક આર્યન એક મામુલી ક્લર્કનો દિકરો બનીને રહી જાય છે ત્યાં જ ક્લર્કનો દિકરો રાજા જીંદલ રાજઘરાનામાં ઠાઠથી રહે છે.

પોતાની ખરાબ કિસ્મત લઈને બંટૂને હંમેશા સેકન્ડ હેન્ડ વસ્તુઓથી કામ ચલાવવું પડે છે. નોકરી શોધી રહેલા બંટૂની મુલાકાત સમારા  સાથે થાય છે. બોસના રૂપમાં મળેલી સમારાને જોઈને બંટૂ તેના પ્રેમમાં પડી જાય છે. આ વચ્ચે તેને બાલ્મિકીની હકીકત ખબર પડે છે. ત્યારે સ્ટોરીમાં ટ્વીસ્ટ આવે છે. 

શું બંટૂ પોતાની સચ્ચાઈ જીંદલ ફેમિલીને જણાવી શકશે?  શું પરિવાર બંટૂને અપનાવવા માટે તૈયાર થશે? સમારા અને બંટૂની લવ સ્ટોરીનું શું થશે? આ બધા સવાલોના જવાબ જાણવા માટે થિયેટરમાં જવું પડશે. 

ડાયરેક્શન 
રોહિત ધવન દેશી બોયઝ, ઢિશૂમ જેવી ફિલ્મ બાદ શેહઝાદા લઈને આવે છે. શેહઝાદા સાઉથની એવી ફિલ્મની રીમેક છે. જે બોલિવુડના 80ના દશકની મસાલા ફિલ્મની યાદ અપાવે છે. 80થી એ ફ્લેવરને આજના કંટ્રેપ્રરી પર રોહિતે ફિટ કરવાની એક સફળ પ્રયત્ન કર્યો છે. રોહિતની આ ફિલ્મમાં એન્ટરટેઈનમેન્ટનો ડોઝ એકદમ યોગ્ય માત્રામાં છે. 

ફિલ્મમાં કંઈ વધારે ઓવર નથી અને ન કંઈ ઓછુ નથી. ફિલ્મ ખૂબ જ રીમેક છે પરંતુ તેમાં રોહિતનો ટચ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સાઉથ વાળા ઘણા સીન્સને તેમણે હિંદીમાં બનાવતી વખતે ક્રિસ્પ કર્યું છે. એટેલે કે ફર્સ્ટ હાફમાં જે રીતે અલ્લૂ અર્જુન અને પૂજા હેગડેની કેમેસ્ટ્રીને એક લાંબો ટાઈમફ્રેમ આપ્યો છે. 

ત્યાં જ હિંદીમાં આ વાતનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ઓછા સમયમાં લવ સ્ટોરીને સ્ટેબલિશ કરી દેવામાં આવશે. જી હાં, જરૂરી વાત ફિલ્મના શરૂઆતના 15-20 મિનિટ જો તમે મિસ કરી દો છો તો સ્ટોરીને સમજવામાં કદાચ તમને મુશ્કેલી થઈ શકે છે.

ફર્સ્ટ હાફની વાત કરીએ તો ફિલ્મ થોડી લેન્થમાં લાંબી છે અને અમુક સીન્સ કારણ વગર લાંબા કર્યા છે. જેને જોઈને એડિટરની બેદરકારી લાગે છે. ત્યાં જ સેકન્ડ હાફમાં ફિલ્મ એક રફ્તાર પકડે છે. ખાસ કરીને ફિલ્મમાં વન લાઈનર્સ અને કોમિક પંચ તેના સેકેન્ડ હાને ઈન્ટ્રેસ્ટિંગ બનાવે છે. મોનોલોગ માટે ફેમસ કાર્તિક આર્યનનું નોપોટિઝ્મ પર આપેલો સીન તમને સીટી વગાડવા પર મજબૂર કરી દેશે. 

ક્લાઈમેક્સને અલગ મોડ પર ખતમ કરવામાં આવ્યો છે. જી હા, ફિલ્મના ફર્સ્ટ હાફ જ્યાં કાર્તિક અને કૃતિના રોમાંસ પર ફોકસ કરવામાં આવ્યું છે તો ત્યા જ છેલ્લે ફિલ્મ ફેમિલી ડ્રામામાં ફેરવાઈ જાય છે.  

ટેક્નિકલ એન્ડ મ્યુઝિક 
ફિલ્મનું મ્યુઝિક સાઉથ વર્ઝનની જેમ જ અત્યાર સુધી લોકોના મોઢે નથી ચઢ્યું. રિલીઝના અમુક દિવસો પહેલા જ કાર્તિકે કેરેક્ટર ઢીલા સોન્ગ રિલીઝ કર્યું છે. જો તેને થોડું જલ્દી રિલીઝ કર્યું હોત તો કદાચ ગીતને એક સારી સ્પેસ મળી હોત. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

સિનેમેટિકલી ફિલ્મ ખૂબ જ સુંદર છે. સ્કીન પર ભવ્યતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. એડિટિંગ પર થોડુ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો 2 કલાક 46 મિનિટની આ ફિલ્મ થોડી વધારે ક્રિસ્પ થઈ શકતી હોત. ફિલ્મમાં એક્શન ખૂબ જ શાનદાર છે. 

એક્ટિંગ 
ફિલ્મની આખી કાસ્ટિંગ એક પ્લસ પાઈન્ટ છે. કાર્તિક આર્યનને આ ફિલ્મમાં પોતાને એક એન્ટરટેનર એક્સ્પ્લોર કર્યું છે. એક્શન, રોમાંસ, કોમેડી અને થોડુ ઈમોશન દરેક એક્સપ્રેશનને કાર્તિકે સ્ક્રીન પર ખૂબ જ શાનદાર લઈને આવ્યું છે. ત્યાં જ વકીલના રૂપમાં કૃતિ સેનનું નામ પણ ડિસેંટ રહ્યું છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kriti (@kritisanon)

જોકે ફર્સ્ટ હાફની તુલનામાં સેકન્ડ હાફમાં કૃતિ તેટલો પ્રભાવ નથી આપી રહી. બાલ્મિકીના રૂપમાં પરેશ રાવલની કાર્તિક સાથે જોડી ખૂબ જ પરફેક્ટ છે. મનીષા કોઈરાલા અને રોનિત રોય પોતાના પાત્રમાં ખૂબ જ સહજ લાગે છે. તે ઉપરાંત રાજપાલ યાદલ ભલે અમુક સીન્સમાં જોવા મળી રહ્યા છે પરંતુ તેમની કોમિક ટાઈમિંગ કમાલની છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ