બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Karnataka Govt's plan to impose tax on temples setback bill stuck in Legislative Council after BJP-JDS opposition

કર્ણાટક / મંદિરો પાસેથી ટેક્સ નહીં લઈ શકે કોંગ્રેસ સરકાર: BJP-JDSની એકતાના કારણે અટક્યું બિલ

Pravin Joshi

Last Updated: 11:50 AM, 24 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ 'હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ' વિધાન પરિષદ દ્વારા પસાર થઈ શક્યું નથી.

કર્ણાટકની કોંગ્રેસ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કર્ણાટક સરકાર દ્વારા લાવવામાં આવેલ 'હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ' વિધાન પરિષદ દ્વારા પસાર થઈ શક્યું નથી. વિરોધ પક્ષો ભાજપ અને જેડીએસે આનો વિરોધ કર્યો હતો. વિપક્ષ પાસે વિધાન પરિષદમાં બહુમતી છે, તેથી વિપક્ષના કારણે આ બિલ વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. મંદિર બિલ ગયા અઠવાડિયે જ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું અને શુક્રવારે વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવ્યું હતું.

મંદિરોના વિકાસ કાર્યોને રોકવાને લઈને બેકફૂટ પર કર્ણાટક સરકાર: ભારે હોબાળા  બાદ પરત લેવો પડ્યો આદેશ I after the dispute, Karnataka Congress gov scarps  the controversial ...

બિલમાં શું છે જોગવાઈઓ

બિલમાં એવી જોગવાઈ છે કે રાજ્યના મંદિરો જેની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીની હોય છે તેના પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. જે મંદિરોની વાર્ષિક આવક 1 કરોડ રૂપિયાથી વધુ છે તેના પર 10 ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ છે. મંદિરોની કમાણીમાંથી મળતું ભંડોળ એક સામાન્ય પૂલ ફંડમાં રાખવાની જોગવાઈ છે, જેનું સંચાલન રાજ્ય ધાર્મિક પરિષદ દ્વારા કરવામાં આવશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે આ ભંડોળનો ઉપયોગ રાજ્યના 'C' શ્રેણીના મંદિરોના પૂજારીઓના કલ્યાણ માટે કરવામાં આવશે, જેમની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે.

આ મંદિરમાં એક કરોડ શિવલિંગ છે બિરાજમાન, શ્રાવણમાં દર્શનમાત્રથી થશો ધન્ય |  Visit multiple Shivling Temple at Karnataka, Kotalisinghwara temple has one  crore Shivling

વધુ વાંચો : દેશના આ રાજ્યમાં મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ ખતમ, કહ્યું 'હવે બાળ લગ્ન અટકશે'

વિપક્ષનો આરોપ

ભાજપ અને જેડીએસનો આરોપ છે કે સરકાર મંદિરો પર ટેક્સ લગાવીને પોતાની ખાલી તિજોરી ભરવા માંગે છે. વિપક્ષના મતે સરકારે ઓછી કમાણી કરતા મંદિરના પૂજારીઓના કલ્યાણ માટે બજેટમાં અલગ ફંડની જોગવાઈ કરવી જોઈએ. કોંગ્રેસ સરકારનું કહેવું છે કે વર્ષ 2011માં ભાજપ સરકાર પણ આવું જ એક બિલ લાવી હતી, જેમાં મંદિરોની 5 થી 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લગાવવાની જોગવાઈ હતી. સરકારની દલીલ છે કે વર્તમાન બિલમાં ઓછો ટેક્સ લાદવામાં આવ્યો છે. વર્તમાન બિલમાં એવી જોગવાઈઓ પણ છે કે સરકાર દ્વારા નિયંત્રિત મંદિરોની સમિતિના અધ્યક્ષ સરકાર નિયુક્ત કરશે. વિપક્ષે પણ આનો વિરોધ કર્યો હતો. વિપક્ષના વિરોધ પર સરકારના પ્રધાન રામલિંગા રેડ્ડીએ દાવો કર્યો હતો કે સરકાર મંદિર સમિતિના અધ્યક્ષની નિમણૂકમાં દખલ નહીં કરે અને મંદિરોમાંથી એકત્ર કરાયેલા ટેક્સને ઘટાડવા પર પણ વિચાર કરશે. જોકે, વિપક્ષ આનાથી સંતુષ્ટ નહોતા અને બિલ પસાર થઈ શક્યું ન હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલને ફોલો કરવા આ લિંક પર ક્લિક કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ