બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / Karnataka Govt Passes Bill To Ban Hookah Bars, Sale Of Cigarette To People Below 21 Year

હેલ્થી ડિસીઝન / અમદાવાદના હૂક્કા પ્રેમીઓ ચેતજો ! 45 મિનિટનો કસ 100 સિગારેટ પીવા બરોબર, અહીંયા પ્રતિબંધ

Hiralal

Last Updated: 09:04 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકની સિદ્ધારમૈયાની સરકારે રાજ્યમાં હૂક્કાબાર પર ટોટલ પ્રતિબંધ મૂકીને સિગારેટ ખરીદવાની ઉંમર પણ વધારીને 21 વર્ષ કરી નાખી છે.

કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે મોટો નિર્ણય લેતાં રાજ્યમાં હૂક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. કર્ણાટક વિધાનસભાએ બુધવારે કાયદામાં સુધારો કરીને હૂક્કા પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે સિગારેટ પીવાની ઉંમર પણ 18 થી વધારીને 21 કરી છે. 

હવે શું બદલાશે?
- હુક્કાબાર બંધઃ આ બિલ પાસ થયા બાદ હવે રાજ્યમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે. હુક્કાબાર ખોલવા કે ચલાવવા પર પ્રતિબંધ રહેશે.
- રાજ્યમાં જાહેર સ્થળોએ તમાકુ ઉત્પાદનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 
- અત્યાર સુધી તમાકુની પેદાશો ખરીદવાની કાયદેસર વય 18 વર્ષ હતી. પરંતુ હવે તેને 21 વર્ષ કરાઈ છે. એટલે 21 વર્ષથી ઓછી ઉંમરના કોઈને પણ સિગરેટ કે તમાકુ વેચી શકાશે નહીં.
- શાળા, કોલેજો, હોસ્પિટલો, બાળ સંભાળ કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રો, મંદિરો, મસ્જિદો અને ઉદ્યાનોની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આવા સ્થળોથી 100 મીટરની અંદર સિગારેટ અથવા તમાકુના વેચાણ પર પ્રતિબંધ રહેશે.

1000 રુપિયાના દંડની પણ જોગવાઈ 
21 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને કે પ્રતિબંધિત સ્થળે તમાકુ કે સિગારેટ વેચવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
આ સિવાય હુક્કાબાર ખોલવા કે ચલાવવા માટે જો દોષી સાબિત થાય તો 1થી 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. સાથે જ 50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીનો દંડ પણ લાગી શકે છે.

45 મિનિટ હૂક્કો પીવો 100 સિગારેટ પીવા બરોબર
45 મિનિટ સુધી હૂક્કો પીવો 100 સિગારેટ પીવા બરોબર છે એટલે કે આટલા સમયમાં હૂક્કો ગગડાવવો 100 સિગારેટ પીવા જેટલું નુકશાન થઈ શકે છે. WHOના જણાવ્યા અનુસાર, હૂક્કો એક માદક પદાર્થ છે જેમાં નિકોટિન અથવા તમાકુ અને ફ્લેવર્ડિંગ રાસાયણિક કાર્બન મોનોક્સાઇડ હોય છે અને તે હેલ્થ માટે ખૂબ હાનિકારક છે.

ભારતીયો કેટલી સિગારેટ પીવે છે?
ભારતમાં વિશ્વની વસ્તીના 18 ટકા છે, પરંતુ સિગારેટના વપરાશના માત્ર 2 ટકા જ છે. આ કારણથી ભારતમાં સિગારેટનો માથાદીઠ વપરાશ ખૂબ જ ઓછો છે. 2018માં રિપોર્ટ અનુસાર, ભારતમાં દરેક વ્યક્તિ વાર્ષિક સરેરાશ 89 સિગારેટ પીવે છે. જ્યારે, ચીનમાં દરેક વ્યક્તિ વર્ષમાં સરેરાશ 2,043 સિગારેટ પીવે છે.

અમદાવાહમાં હૂક્કાબારમાં કેટલાં 
અમદાવાદમાં પણ અસંખ્ય હૂક્કાબાર ધમધમી રહ્યાં છે. હૂક્કોનો ટેસ્ટ માણવો તો શરુઆતમાં સારો લાગે છે પરંતુ તેનાથી થતું નુકશાન તો સિગારેટ કરતાં પણ ભયાનક છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ