બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut announced film tejas release date

એન્ટરટેઇનમેન્ટ / એરફોર્સ અધિકારીના કેરેક્ટરમાં પડદા પર ચમકશે બોલિવુડ 'ક્વિન' કંગના રનૌત, 'Tejas'ની તારીખ રિલીઝ

Bijal Vyas

Last Updated: 09:22 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ કંગનાની આગામી ફિલ્મ તેજસની અભિનેત્રીનો નવો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઇ છે.

  • કંગનાની આગામી ફિલ્મ તેજસની અભિનેત્રીનો નવો લુક થયો રિલીઝ 
  • ફિલ્મ તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે
  • આ ફિલ્મમાં એરફોર્સ પાયલટની ભુમિકામાં જોવા મળશે 

Film tejas release date: કંગના રનૌતને સિનેમાની બોલ્ડ બાલા કહેવામાં આવે છે. તે તેના વિવાદિત નિવેદનો માટે પણ જાણીતી છે. અભિનેત્રી દેશમાં ચાલી રહેલા મહત્વના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય અવારનવાર પણ શેર કરે છે. તે એક મહાન અભિનેત્રી પણ છે. હાલમાં જ કંગના રનૌતની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અવનીત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કરી શકી નથી. તાજેતરમાં જ કંગનાની આગામી ફિલ્મ તેજસની અભિનેત્રીનો નવો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર થઇ છે.

કંગના રનૌત આજકાલ પોતાની એક પછી એક ફિલ્મોને કારણે ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેની ફેમસ ફિલ્મ ઈમરજન્સીનું ટીઝર રીલીઝ થયું હતું. ઈમરજન્સીનું ટીઝર અદ્દભુત છે. ચાહકોએ તેને ખૂબ જ પસંદ કર્યું છે. હવે તેણે તેની બીજી ફિલ્મ તેજસમાંથી પોતાનો લુક જાહેર કર્યો છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. તેજસ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં આવશે.

આ ફિલ્મ રોની સ્ક્રુવાલાના પ્રોડક્શન હાઉસ આરએસવીપીના બેનર હેઠળ બની રહી છે. તેનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે. આ ફિલ્મમાં કંગના લીડ રોલમાં છે અને તે એરફોર્સ પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. આ પ્રોજેક્ટ તેની જાહેરાત થઈ ત્યારથી જ ફિલ્મ પ્રેમીઓમાં જબરદસ્ત વચ્ચે ઉત્સાહ પેદા કરી રહ્યો છે.

કંગનાએ ટ્વિટર પર ફિલ્મની પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે એરફોર્સ પાયલટ તરીકે જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું, 'વાયુસેનાના બહાદુર પાયલટના સન્માનમાં બનેલી આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મની વાર્તા એરફોર્સના પાયલટ તેજસ ગિલની આસપાસ ફરે છે અને તેનો ઉદ્દેશ્ય એવા બહાદુર સૈનિકોમાં ગર્વની ભાવના પ્રેરિત કરવાનો છે જેઓ રસ્તામાં અનેક પડકારોનો સામનો કરીને આપણા દેશની રક્ષા કરે છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ સિવાય કંગના રનૌતની પાસે ફિલ્મ ઈમરજન્સી છે. આ ફિલ્મમાં કંગના રનૌત ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે શ્રેયસ તલપડે, અનુપમ ખેર, સતીશ કૌશિક, મહિમા ચૌધરી જેવા અન્ય ઘણા કલાકારો જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ