બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Kamalakar Maharaj, who has been truly serving poor tribal students for the past 40 years begs for alms to support two hundred and fifty children

સેવાની સરવાણી / 40 વર્ષ ભિક્ષા માંગીને 25 હજાર બાળકોને ભણાવ્યા ગણાવ્યા, સેવાના શિલ્પી કમલાકર મહારાજે ધખાવી છે ધૂણી

Vishal Dave

Last Updated: 07:20 AM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 40 વર્ષથી ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે, 200 થી 250 બાળકોનું ભરણપોષણ અને ભણતર માત્ર ભિક્ષાના સહારે કરી રહ્યા છે.

વર્તમાન સમયમાં સેવાના નામે ટ્રસ્ટની સ્થાપના અને ટ્રસ્ટના નામે ધંધા પણ થઇ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે પણ કેટલાક એવા સાચા સેવાભાવી ભેખધારી સંત હોય છે જે ખરેખર પોતાના નિસ્વાર્થ કર્મ દ્વારા સમાજમાં સેવાની સુવાસ ફેલાવે છે,  મૂળ મહારાષ્ટ્રના રહેવાસી માત્ર નર્મદા પરિક્રમા કરવા આવ્યા અને  સેવા કરવાની પ્રેરણા જાગતા  છેલ્લા 40 વર્ષથી અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓની સાચા અર્થમાં સેવા કરી રહ્યા છે, 200 થી 250 બાળકોનું ભરણપોષણ અને ભણતર માત્ર ભિક્ષાના સહારે કરી રહ્યા છે.  નથી કોઈ ટ્રસ્ટ કે નથી કોઈ સરકારી સહાય... છે તો માત્ર ઉપરવાળાની મહેરબાની......

40 વર્ષ પહેલા નર્મદા પરિક્રમા કરવા ગયા ત્યારે વિચાર આવ્યો હતો 

વનવાસી બાળકોને ભણવું છે પણ ભણવા માટે શાળા નથી અને શાળા છે તો ગરીબ માબાપ પાસે આ બાળકો માટે સમય અને નાણાં નથી ત્યારે શું આવા બાળકોને નાનપણથી જ મજૂરીએ ચડી જવું પડશે?...નર્મદા જિલ્લામાં આ સવાલ હવે ભૂતકાળ બની ગયો છે.......આજથી 40 વર્ષ પહેલા મૂળ મહારાષ્ટ્રના અને આજે કમલાકર મહારાજ તરીકે ઓળખાતા કમલાકર બાપટ નામના યુવાનને નર્મદા પરિક્રમા કરવાનો વિચાર આવ્યો... વનપ્રદેશ અને ડુંગરોના પરિભ્રમણમાં તેમણે જોયું કે આદિવાસીઓના આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને બાળકો નાનપણથી જ મજૂરીના રવાડે ચડે છે અને તેનું કારણ છે પાપી પેટ....બાળકોને તેમના માતાપિતા તેમની સાથે મજૂરીના રવાડે ચઢાવે છે, ત્યારે યુવા કમલાકરે વિચાર્યું કે આ જીલ્લામાં જ શિક્ષણ સેવા કરું... અને શરુ કરી શિક્ષણની સાથે સેવા.......

ત્રણ ચાર બાળકોને તેમના માબાપ પાસેથી માંગી લાવી આશ્રમ શરૂ કર્યો હતો 

જિલ્લાના અંતરિયાળ ગામડાઓના બાળકોને શિક્ષણની ભૂખ જગાડી બનાવ્યું એક નિવાસી વાલ્મિકી આશ્રમ અને તે પણ જિલ્લાના અંતરિયાળ એવા બોરિયા ગામે આવેલા માખણેશ્વર મહાદેવના સાનિધ્યમાં.........આશ્રમની બાજુમાં આવેલી પીન્ટુલાલા વિદ્યામંદિર માધ્યમિક શાળામાં ભણવવાનું ચાલુ કર્યું.. ત્રણ ચાર બાળકોને તેમના માબાપ પાસેથી માંગી લાવી શરૂ કરાયેલા આ આશ્રમ માટે જાતેજ ભિક્ષા માંગી બાળકોને અને તેમનું ભરણપોષણ કરતા કરતા બાળકોના શિક્ષણનો ખર્ચ પણ ભિક્ષાથીજ પૂરો થવા માંડ્યો.. ના કોઈ સરકારી સહાય કે ના કોઈને પાસે કર્યો લાંબો હાથ...


ભિક્ષા પરમોધર્મથી શરુ કરાયેલ વાલ્મિકી આશ્રમ વિષે ગરીબ અને અંતરિયાળ આદિવાસીઓ જાણતા થયા અને ધીરે ધીરે આ આશ્રમમાં બાળકોની સંખ્યા વધતી ગઈ પણ ભગવાન ભરોસે શરુ કરાયેલા આશ્રમમાં આજદિન સુધી કોઈ ખોટ ના પડી...કમલાકર મહારાજની સેવાની સુવાસ જેમ જેમ ફેલાતી ગઈ તેમતેમ તેમને દાતાઓ મળતા ગયા અને આજે પાકા મકાનના આશ્રમમાં 250 બાળકો નિવાસ કરી ભણતર કરી રહ્યા છે....

અત્યાર સુધીમાં 20 થી 25 હજાર બાળકો  આ આશ્રમમાં ભણી ચૂક્યા છે 

કમલાકર મહારાજે આદિવાસી વિસ્તારમાં  શિક્ષણની ધૂણી ધખાવી છે..આશ્રમના નામનું નથી કોઈ ટ્રસ્ટ કે નથી લેવાતી કોઈ સરકારી ગ્રાન્ટ, માત્ર દાનથી ચાલતા કમલાકર મહારાજના આશ્રમમાંથી અત્યાર સુધીમાં 20 થી 25 હજાર બાળકો વિદ્વાન બની પોતાના જીવનમાં સફળ બન્યા છે..... આજથી 40  વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલા કમલાકર મહારાજના આશ્રમમાં સેંકડો બાળકો ભણી ગણીને ગયા અને એવા પણ શિષ્ય છે જે ગુરુજીની પ્રેરણાથી અહીજ રોકાઈ સેવાકાર્યમાં જોડાઈ ગયા છે...ગરીબ માતા પિતા આદિવાસી વિસ્તાર શિક્ષણની કોઈ સુવિધા ના મળતા 15 વર્ષ પહેલા ધોરણ 5 માં નિવાસી બાળક પ્રકાશ તડવી આજે એમ. એડ કરી આશ્રમમાં જ નિવાસ કરી સેવા આપી કમલાકર મહારાજનો સહારો બની તેમનુ ઋણ તેના જેવા બાળકોને સેવા આપી ચુકવી રહ્યો છે... 

બાળકોને સવારે દૂધ, નાસ્તો બદામ , અને બે ટાઇમ ભરપેટ ભોજન 

કમલાકર મહારાજ સવારે બાળકોને યોગ અને આસનો કરાવી તેમને ઉજજવળ ભવિષ્ય આપવા સાથે શારિરીક રીતે તંદુરસ્ત રાખી આવનારી પેઢીને મજબૂત બનાવી દેશ માટે પણ સીધી રીતે ખૂબ મોટી સેવા કરી રહ્યા છે....... બાળકોને માં પીરસતી હોય તેમ કમલાકર મહારાજ સવારે દૂધ નાસ્તો અને બદામ બપોરે ભોજન અને રાત્રે ભોજન કરાવે છે......કમલાકર મહારાજ બાળકોને શૈક્ષણિક સાધનોથી લઈ તેમની તમામ જરુરિયાત પૂરી પાડે છે... બાળકોની જનેતા તો ઘરે હોય છે પણ આશ્રમમાં તેમની જનેતા કમલાકર મહારાજ જ છે માંની  જેમ જ દરેક બાળકોની ખાવાપીવાની રહેવા ઓઢવાની સંભાળ તો રાખે જ છે અને માંની જેમ જ હેતથી શાળાએ જતા પહેલા બાળકોને માથું ઓળવી તૈયાર પણ કરે છે......

 નિસ્વાર્થ ભાવે બાળકોની સેવા 

કમલાકર મહારાજ ભગવાનના નિમિત્ત બની આશ્રમમાં સેવા કરે છે, ગુરુએ આપેલા મંત્રને પકડી બાળકોમાં જ રામ અને ક્રૃષ્ણનો અહેસાસ કરી નિસ્વાર્થ સેવા કરે છે અને ભગવાન પણ કમલાકર મહારાજ પાસે દાતાઓને મોકલે દે છે....વર્ષો પહેલા કમલાકર મહારાજ ભિક્ષા લઈને આવતા અને બાળકોને જમાડતા ત્યારે પોતે ભૂખ્યા હોવાનો ખ્યાલ સુદ્ધાં તેમના મનમાં ના રહેતો અને ખુશીના આંસુ સાથે બાળકો ને જમાડવાનો સંતોષ સદા તેમના મોં પર રહેતો....

આ પણ વાંચોઃ 18 કરોડ વાર રામનું નામ લખેલી પોથીના દર્શન, ગુજરાતમાં અહીં 40 વર્ષોથી 24 કલાક ચાલે છે અખંડ રામધુન

વેકેશનમાં કમલાકર મહારાજ ઝોલો લઈ ભિક્ષા માંગવા નીકળી પડે છે. 

હાલ પણ વેકેશનમાં કમલાકર મહારાજ ઝોલો લઈ ભિક્ષા માંગવા નીકળી પડે છે. કોઈપણ પ્રકારના વૈભવ વિના સાદગીથી જીવન જીવતા અને વર્ષોથી એક જ સમયનુ ભોજન લેતા કમલાકર મહારાજ  બાળકોને ભરપેટ જમાડી સુખની નીંદર આપે છે. હાલના સમયમાં સર્વત્ર સેવાના નામે વ્યવસાય ફુલ્યા ફાલ્યા ત્યારે સાચી સેવા કોને કહેવાય તે કમલાકર મહારાજે  સાબિત કર્યું છે, આદિવાસી વિસ્તારમાં શિક્ષણની જ્યોતને સતત પ્રજ્વલિત રાખનાર સાચા સંત અને સેવાભાવી પુરુષને વીટીવી ના સો સો સલામ .....

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ