બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / kailash vijayvargiya on madhya pradesh election results and exit poll says bjp will get landslide victory in mp

ચૂંટણી 2023 / MPમાં કમળ ખીલ્યું તો શિવરાજ કરશે રાજ કે પછી કૈલાશને મળશે કમાન? રિઝલ્ટના એક દિવસ પહેલા જુઓ શું કહી રહ્યા છે નેતાઓ

Dinesh

Last Updated: 04:36 PM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023: ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય જણાવ્યું કે, કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન નીતિ કે નેતૃત્વ. ભાજપને 175 બેઠકો મળશે. મોદીજી અને શિવરાજજીની યોજનાઓથી જનતાને ફાયદો થયો છે.

  • ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન
  • 'મારી અમિત શાહ સાથે ચૂંટણી સંબંધિત કોઈ ચર્ચા નથી થઈ'
  • 'રાજ્યમાં કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી છે' 


ચાર રાજ્યોની ચૂંટણીની મતગણતરી રવિવારે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યાં છે. પરિણામો પહેલા એક્ઝિટ પોલ આવ્યા છે ત્યારબાદથી રાજકીય પક્ષોની સક્રિયતા અને નિવેદનબાજીમાં જોરદાર વધારો થયો છે. કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે, તેઓ એક્ઝિટ પોલથી ચિંતિત નથી પરંતુ મતદારોમાં વિશ્વાસ ધરાવે છે. કમલનાથે મતગણતરી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસને 130થી વધુ સીટો મળશે, તમે આવતીકાલ સુધી રાહ જુઓ.

સંસદીય બોર્ડમાંથી હટાવ્યા બાદ પ્રથમ વખત શિવરાજ સિંહ ચૌહાણે આપી પ્રતિક્રિયા,  પાર્ટી કહેશે તે કરવા માટે તૈયાર | reaction of chief minister shivraj singh  chouhan ...

કૈલાશ વિજયવર્ગીયએ શું કહ્યું ? 
ચૂંટણી પરિણામો પહેલા જ ભાજપની છાવણીમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈને વિજયવર્ગીયની સ્પષ્ટતા પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, મારી અમિત શાહ સાથે ચૂંટણી સંબંધિત કોઈ ચર્ચા નથી થઈ પરંતુ ચર્ચા વિકસિત ભારત સંકલ્પ યાત્રા વિશે થઈ છે. અમને પૂરો વિશ્વાસ છે કે અમારી સરકાર બનશે. રાજ્યમાં કોંગ્રેસે બહુમતી ગુમાવી દીધી છે. કોંગ્રેસને 75 બેઠકો મળે તો પણ મને નવાઈ લાગશે. કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે એટલે તેણે ઈવીએમનું બહાનું બનાવવાનું શરૂ કરી દીધું છે. 

'ભાજપને 175 બેઠકો મળશે'
કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાસે ન તો નેતા છે, ન નીતિ કે નેતૃત્વ. ભાજપને 175 બેઠકો મળશે. મોદીજી અને શિવરાજજીની યોજનાઓથી જનતાને ફાયદો થયો છે. સીએમ કોણ હશે તે પ્રશ્નના જવાબમાં વિજયવર્ગીયએ કહ્યું કે, આ દિલ્હીમાં બેઠેલા અમારા નેતાઓનું કામ છે, આ સિવાય અમારી પાસે આંતરિક લોકશાહી છે, ત્યાં વિધાયક દળની બેઠક થશે અને તે પછી પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ સંસદીય દળની બેઠકમાં નામ પર મહોર લાગશે અને માત્ર ભાજપનો કાર્યકર જ મુખ્યમંત્રી બનશે. 

શિવરાજ સિંહ ચૌહાણ શું કહ્યું ?
સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે લોકોનો પ્રેમ અને વિશ્વાસ, કેન્દ્ર અને રાજ્ય સરકારની અદ્ભુત યોજનાઓ, મધ્યપ્રદેશમાં અભૂતપૂર્વ વિકાસ છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં ફરી એકવાર કમળ ખીલવા જઈ રહ્યું છે.

એક્ઝિટ પોલ


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ