બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Junagadh trust-run Health Plus Hospital Three women developed kidney failure after delivery

એલર્ટ / જૂનાગઢમાં સિઝેરિયન બાદ 5થી વધુ પ્રસૂતાની કિડની ફેલ, 1નું મોત, તપાસમાં માત્ર બાટલો જ ચડ્યો, સ્ટિંગ 'ઓપરેશન' વાયરલ

Dinesh

Last Updated: 08:38 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

junagadh news: જૂનાગઢમા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હેલ્થ પ્લસ હોસ્પિટલમા પ્રસૂતિની સારવાર માટે આવેલી 5 મહિલાને કિડની ફેલ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

  • જૂનાગઢમાં ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં
  • પ્રસૂતિ બાદ ત્રણ મહિલાઓની કિડની થઈ ફેલ ?
  • સપ્ટેમ્બરમાં પ્રસૂતિ બાદ 2 મહિલાઓની તબિયત બગડી હતી


જૂનાગઢમાં ટ્રસ્ટ સંચાલિત હેલ્થ પ્લસ હોસ્પિટલ વિવાદમાં આવી છે. પ્રસૂતિ બાદ ત્રણ મહિલાઓની કિડની ફેલ થયાની ઘટના સામે આવતા ચકચારી મચી છે. સપ્ટેમ્બરમાં પ્રસૂતિ બાદ ત્રણ મહિલાઓની તબિયત બગડી હતી. તબિયત લથડતા એક મહિલાનું મોત નિપજ્યું છે. અન્ય 4 મહિલાઓ છેલ્લા 5 મહિનાથી ડાયાલિસિલ પર જીવવા માટે મજબૂર બન્યા છે. જો કે, સમગ્ર મામલો પ્રકાશમાં આવતા જિલ્લા અધિકારીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. PMJAY કાર્ડ પર તમામ પ્રસૂતિ થઈ હોવાની માહિતી સામે આવી છે. તો બીજી તરફ પીડિત પરિવારે ન્યાયની માગ કરી છે.

હોસ્પિટલની સારવાર પર ઉઠ્યા સવાલો
જૂનાગઢમા ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં હેલ્થ પ્લસ હોસ્પિટલમા પ્રસૂતિની સારવાર માટે આવેલી 5 મહિલાને કિડની ફેલ થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સીજેરિયન બાદ કિડની ફેલ થવાનો કિસ્સો સામે આવ્યો છે. હિરલબેન મિયાત્રા, સુમૈયાબેન કચરા, હસીનાબેન લાખા, તૃપ્તિબેન કાચા અને હર્ષિતબેન બાલસની હોસ્પિટલમાં પ્રસૂતિ સારવાર થઈ હતી. જે બાદ કિડની ફેલ થઈ હતી. 5 મહિલાઓમાંથી હિરલ મિયાત્રા અને હર્ષિતા બાલસનું વધુ સારવાર દરમિયાન મૃત્યુ થયાની વિગતો સામે આવી છે.

'બોટલમાં ટોક્સિક હતું'
સમગ્ર મામલે પીડિતાના પરિવારજનોએ હોસ્પિટલ તંત્રને સંપર્ક કર્યો હતો. ત્યારે હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, પ્રસૂતાને જે બોટલ ચડાવવામાં આવી હતી તે બોટલમાં ટોક્સિક હતુ જેમાં અમારો કોઈ વાંક નથી. આમ આવો ગોળ ગોળ જવાબ આપીને સમગ્ર બાબત બોટલ બનાવતી કંપની પર ઢોળી દીધુ હતુ. સમગ્ર બાબત કલેક્ટરને જણાવી દીધુ હોવાનુ હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું છે

વાંચવા જેવું: વેસ્ટર્ન ડિસ્ટ્રબન્સ સક્રિય થતાં ગુજરાતનું વાતાવરણ વેરવિખેર, જાણી લો હવામાનની મેજર અપડેટવાળી આગાહી

અમે તપાસ કરી રહ્યા છીએ: જિલ્લા આરોગ્ય અધિકારી
જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગે  આ મુદ્દે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ. હોસ્પિટલ મેનેજમેન્ટ જણાવી રહ્યું છે કે, હોસ્પિટલમા છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 3500 ઓપરેશન થયેલા છે જે બધા સફળ રહ્યા છે, આ મામલે હોસ્પિટલનો કોઈ દોષ ન હોવાની પણ વાત જણાવાઈ હતી. ઓગસ્ટ સપ્ટેમ્બરમા બનેલા બનાવ અચાનક પ્રકાશમાં આવતા અનેક સવાલો સતાવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ