બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / July 18 to 23 Heavy for Gujarat: Fishermen also advised not to venture into sea

ભારે આગાહી / 18થી 23 જુલાઇ ગુજરાત માટે અતિભારે: માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના, જુઓ શું કહે છે હવામાન વિભાગ

Vishal Khamar

Last Updated: 03:46 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી રાજ્યમાં વરસાદનાં ત્રીજા રાઉન્ડની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ થશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

  • રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
  • આજે ગુજરાતમાં વરસાદ થશે કેટલાક વિસ્તારમાં
  • આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ની આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.  આગળનાં 7 દિવસમાં ગુજરાતમાં વરસાદ થશે. આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. તેમજ આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

5 દિવસ માટે દરિયો ન ખેડવા માછીમારોને સૂચના
આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થશે. આવતીકાલથી 23 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ગીર સોમનાથ, ભાવનગર, વલસાડ, નવસારી, સુરત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  તેમજ માછીમારોને 5 દિવસ માટે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

અમદાવાદમાં પણ 7 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે
19 થી 21 જૂલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં 19 થી 21 જૂલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદમાં 19 અને 20 જૂલાઈએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં પણ 7 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદ રહેશે. રાજ્યમાં હાલ 63 ટકા વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ