બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / jp nadda uniform civil code is national issue

ગુજરાત ઇલેક્શન / યુનિફોર્મ સિવિલ કોડ રાષ્ટ્રીય મુદ્દો, વધારેમાં વધારે રાજ્યોમા લાગુ પાડીશું- જેપી નડ્ડા

Vaidehi

Last Updated: 06:39 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપનાં ઘોષણાપત્રમાં વિપક્ષીઓની તરફથી મફતનાં વાયદાઓ પર જવાબ આપતાં ભાજપનાં અધ્યક્ષે કહ્યું કે કોઇએ પણ સશક્તિકરણ અને આકર્ષણની વચ્ચેનાં તફાવતને જાણવો જોઇએ.

  • જે.પી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડ પર કરી વાત
  • આપ અને કોંગ્રેસનાં મફત વાયદાઓનો આપ્યો જવાબ
  • સશક્તિકરણ અને આકર્ષણની વચ્ચેનાં તફાવતને જાણવો- નડ્ડા

ભાજપનાં આધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા એક રાષ્ટ્રીય મુદો છે. તેને વધુને વધુ રાજ્યોમાં લાગૂ પાડવો જોઇએ. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવશે નહી. તેથી જ તે પોતાના માટે જરૂરી ધને અને બજેટનો હિસાબ કર્યા વિના મફતની ઘોષણા કરે છે.

યુનિફોર્મ સિવિલ કોડ એક રાષ્ટ્રીય મુદો- નડ્ડા
યુનિફોર્મ સિવિલ કોડ પર પૂછવામાં આવેલ એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે અમારી પાર્ટી વારંવાર આ મુદાને લઇને વાત કરે છે. તેમણે કહ્યું કે આ મુદો પાર્ટી માટે એક રાષ્ટ્રીય મુદો છે અમે તેના માટે પ્રતિબદ્ધ પણ છે. દેશનાં સંસાધનો પર તમામનો સમાનરૂપે હક છે તેથી સમાન નાગરિક સંહિતા એક સ્વાગત યોગ્ય પગલું છે.

એન્ટી રેડિક્લાઇઝેશન સેલની જરૂરિયાત
તેમણે કહ્યું કે દેશ અને સમાજ વિરૂદ્ધી કામ કરવાવાળી શક્તિઓ પર નજર રાખવાની જવાબદારી રાજ્યની છે. તેમણે માનવ શરીરનું ઉદાહરણ આપતાં કહ્યું કે જે રીતે શરીરમાં એન્ટી બોડી ખરાબ કોષિકાઓ પર નજર રાખે છે અને તેનો નાશ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે દેશમાં રાષ્ટ્ર વિરોધી કોષિકાઓ પર નજર રાખવાનું કામ રાજ્યનું છે. તેમણે કહ્યું કે કેટલીક રાષ્ટ્રવિરોધી કોષિકાઓ ભૂમિગત થઇ કામ કરે છે તેમના પર નજર રાખવા માટે એન્ટી રેડિક્લાઇઝેશન સેલની આવશ્યકતા રહે છે.

મુસ્લિમ ઉમેદવાર ન ઉતારવા પર આપ્યો જવાબ
જે.પી નડ્ડાએ કહ્યું કે ચૂંટણીને લઇને ટિકીટ વિશુદ્ધ રૂપથી જીતવાની ક્ષમતાનાં આધાર પર દેવામાં આવે છે. નડ્ડાએ ઉદાહરણ આપતાં કહ્યું કે સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામ ભાજપનાં સમર્થનથી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. આ સિવાય કેન્દ્રની મોદી સરકારે મુસ્લિમ રાજ્યપાલોને પણ નિયુક્ત કર્યા છે. અમે સૌનો સાથ-સૌનો વિકાસ, સિદ્ધાંતનું પાલન કરીએ છીએ.

ઘોષણાપત્રમાં મફતનાં વાયદાઓ પર કર્યાં પ્રહારો
ભાજપનાં ઘોષણાપત્રમાં વિપક્ષિયોની જેમ મફતનાં વાયદાઓ પર જવાબ આપતાં કહ્યું કે કોઇએ પણ સશક્તિકરણ અને આકર્ષણની વચ્ચે તફાવત કરવો જોઇએ. ભાજપની વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવી શકશે નહીં. તેથી તે પોતાના માટે આવશ્યક ધન અને બજેટનો હિસાબ કર્યાં વિના મફતની ઘોષણા કરી શકે છે પરંતુ અમારી યોજનાઓ અને કાર્યક્રમ ગરીબો અને જરૂરિયામંદોને સશક્ત બનાવવા માટે છે . આ મફતનાં ઉપહારોની જેમ નથી કે જે બધાં માટે મફતમાં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ