બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / JK Police smashes governance infrastructure of militants inside jails

આતંકી / ચોંકાવનારો ખુલાસો : જમ્મુ-કાશ્મીરની જેલમાં પણ ચાલતું હતું આતંકીઓનું રાજ

vtvAdmin

Last Updated: 02:14 PM, 17 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીર પોલીસે 'શૂરા-એ-ઝિંદાન' (જેલ માટેની સર્વોચ્ચ પરિષદ) નો પર્દાફાશ કરીને જેલ મેન્યુઅલ્સ કડક રીતે લાગુ પાડી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું કે, 'શૂરા-એ-ઝિંદાન' શબ્દનો ઉપયોગ આતંકવાદીઓ જેલની અંદર પણ પોતાનું શાસન ચલાવવા માટે કરે છે.

ખતરનાક આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાના આતંકવાદી નવીદ જટ ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જેલમાંથી નાસી છૂટ્યો ત્યારબાદ જમ્મુ-કાશ્મીરના પોલીસવડા દિલબાગસિંહની આગેવાનીમાં જેલ વિભાગે શ્રીનગર સેન્ટ્રલ જેલમાંથી કટ્ટર આતંકવાદીઓને અન્ય જેલોમાં મોકલવા ઉપરાંત જેલોને આતંકી ગતિવિધિ મુક્ત બનાવવા માટે અનેક કડક પગલાં ભર્યા હતા.

તાજેતરમાં જ જેલોના ડીજી તરીકે સેવામુક્ત થયેલા દિલબાગસિંહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરની તમામ જેલોનું સંપૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમે આતંકીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, જેલની અંદર આતંકવાદીઓના નિયંત્રણ અને શાસનને ખતમ કરવામાં આવશે અને હવે જેલમાં કાયદાનું જ રાજ ચાલશે.

જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા એજન્સીઓની મદદ લઈને જેલમાં ખાસ પ્રકારના નિયમો લાગુ પાડ્યા છે. હવે આતંકવાદીઓ અને અલગતાવાદીઓને પહેલી વખત જેલમાં આવેલા અને જેમનામાં સુધારાની શક્યતા હોય તેવા લોકોથી દૂર જ રાખવામાં આવે છે.

પોલીસ છેલ્લા ઘણા સમયથી રાજ્યની વિવિધ જેલમાં દરોડા પાડીને આતંકીઓને મળતી મદદ ખતમ કરવામાં સફળ રહી છે. કટ્ટર આતંકીઓને અલગ તારવીને તેમને જમ્મુ અને ઉધમપુર સ્થિત અન્ય જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.

શ્રીનગર સેન્ટ્રલ જેલને આતંકીઓએ તેમનો સલામત અડ્ડો બનાવી દીધો હતો અને જેને દિલબાગસિંહે નષ્ટ કરી દીધો છે. આ જેલમાંથી જ આતંકીઓ તેમના આકાઓ અને સ્લીપર સેલ સાથે પણ નિયમિત સંપર્કમાં રહેતા હોવાનો ખુલાસો થયો છે.

આતંકીઓ જેલની દરથી જ 'શૂરા-એ-ઝિંદાન' (Shuara-e-Zindan) નું સંચાલન કરતા હતા. જેલમાં નવા આવેલા લોકોને પોતાના પ્રભાવમાં લઈને તેઓ ભવિષ્યના હુમલા માટે તેમને તૈયાર કરતા હતા.

આતંકવાદીઓને મળતી હતી વીઆઈપી સુવિધાઓ!

'શૂરા-એ-ઝિંદાન' કેદીઓને કટ્ટરવાદ અને આતંકના ક્ષેત્રમાં તેમના અનુભવના આધારે સુવિધાઓ પૂરી પાડતું હતું. જેમાં તેમની પસંદગીનું ભોજન અને અન્ય વીઆઈપી સુવિધાઓનો સમાવેશ થાય છે. આજીવન કેદની સજા કાપી રહેલો આશિક હુસૈન ફકટુ આ જૂથનો સુપ્રીમ કમાન્ડર હતો. જેલ પરિસરની અંદર સંચાલિત તમામ ખાનગી રસોડા પણ હવે બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ કેદીઓને સરકારી રસોડે લાઈનમાં ઉભા રાખીને ભોજન પીરસવામાં આવે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ