બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Jhansi: During dance performance of Russian girls, Crowd loses control, Police started to lathicharge

લાઠીચાર્જ / VIDEO: મેળામાં રશિયન ગર્લ્સનો ડાન્સ જોવામાં બેકાબૂ થઈ ભીડ, પોલીસે કરી ડંડાવાળી, દોડાવી દોડાવીને ફટકાર્યા, જુઓ દ્રશ્યો

Vaidehi

Last Updated: 08:04 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નગરપાલિકા દ્વારા આયોજિત સ્વીટ નાઈટ કાર્યક્રમમાં રશિયન છોકરીઓનું ડાન્સ પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું જે દરમિયાન ત્યાં હાજર ભીડ બેકાબૂ બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો.

  • ઝાંસીમાં રશિયન ડાન્સર્સનું પર્ફોર્મન્સ
  • કાર્યક્રમ દરમિયાન ભીડ બની બેકાબૂ
  • પોલીસે યુવાનો પર કર્યો લાઠીચાર્જ

ગુરુવારે રાત્રે ઝાંસીમાં આવેલા મુરાનીપુરમાં જલવિહાર મહોત્વ  દરમિયાન રશિયન છોકરીઓનું ડાન્સ પર્ફોર્મન્સ ચાલી રહ્યું હતું. મુરાનીપુર નગરપાલિકા દ્વારા આયોજિત આ સ્વીટ નાઈટ કાર્યક્રમમાં આવેલી ભીડ બેકાબૂ બની ગઈ.

ભીડ બેકાબૂ થતાં પોલીસે કર્યો લાઠીચાર્જ
મુરાનીપુરમાં દરવર્ષની જેમ મેળામાં સ્થાનીકોનાં મનોરંજન માટે રશિયન ડાન્સર્સ બોલાવવામાં આવી હતી. જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર થયાં હતાં. ભીડમાં હાજર કેટલાક યુવકો મંચ પાસે પહોંચીને ડાન્સ કરવા લાગ્યાં હતાં. આ જોઈ ભીડ બેકાબૂ બની ગઈ. સ્થિતિને જોતાં પોલીસે યુવકો પર લાઠીચાર્જ કર્યું.

પોલીસે કાર્યક્રમની પરવાનગી નહોતી આપી
માહિતી અનુસાર પોલીસે સ્વીટ નાઈટ કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી નહોતી આપી. તો બીજી તરફ આ કાર્યક્રમનું ઉદ્ગાટન પ્રદેશ સરકારનાં મંત્રી મનોહર લાલ પંથે કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન દરવર્ષે કરવામાં આવે છે જેમાં લોકોની મોટી ભીડ શામેલ થાય છે. પરંતુ આ વખતે સ્થિતિ બગડતાં પોલીસે લાઠીચાર્જ કર્યું.

એક યુવક ગંભીરરૂપે ઘાયલ
લાઠીચાર્જ દરમિયાન ઘાયલ થયેલા લોકોમાંથી એક યુવકને સ્થાનીય સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજ નામક આ યુવકને આંખમાં ઈજા થતાં ઝાંસી મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત યુવકે કહ્યું કે,'મેળાની ઊજવણી દરમિયાન અમારા પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. ડાન્સ પ્રોગ્રામ દરમિયાન પોલીસે અમને ઢોર માર માર્યો અને હું ઈજાગ્રસ્ત થઈ ગયો.'

આંખમાં ઈજા થઈ
ડોક્ટર રવિન્દ્રએ કહ્યું કે દર્દીની સ્થિતિ ગંભીર હોવાને લીધે તેને ઝાંસી મેડિકલ કોલેજ પોસ્ટ ફર્સ્ટ-એઈડ માટે રિફર કરવામાં આવ્યો હતો. પોલીસ જ દર્દીને લઈ આવી હતી. ડોક્ટરે કહ્યું કે જલવિહાર મહોત્વ દરમિયાન પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં રાજ પણ ઘાયલ થયો હતો. આ પેશંટની સ્થિતિ ઘણી ગંભીર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ