બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Janmashtami and birth Shree Rupal Mataji will be celebrated in Rampara

જૂનાગઢ / જન્માષ્ટમીના પર્વે રામપરામાં કૃષ્ણ જન્મ અને આઇ શ્રી રૂપલ માતાજીનો ઉજવાશે ભવ્ય જન્મોત્સવ

Kishor

Last Updated: 11:18 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જન્માષ્ટમીના પાવન પર્વના દિવસે વિસાવદર તાલુકાના રામપરા ગામમાં ચારણ જગદંબા આઇ શ્રી રૂપલમાંનાં ૩2માં જન્મદિવસ નિમિતે સંતવાણીનું આયોજન કરાયું છે.

  • રામપરામાં આઇ શ્રી રૂપલ માતાજીનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે
  • કૃષ્ણ જન્મ અને માતાજીના જન્મદિવસની સાથે ઉજવણી
  • 32મો જન્મ મહોત્સવ ધામધુમથી કરશે ઉજવણી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા ગામમાં બિરાજતા આઇ શ્રી રૂપલ માતાજીનો શ્રાવણ વદ ગોકુળ આઠમના જન્મ દિવસ છે. દર વર્ષે કૃષ્ણ જન્મ અને માતાજીનો જન્મદિવસ એક સાથે ઉજવવામાં આવતો હોય છે. અને મોટો ઉત્સવ પણ કરવામાં આવે છે. ત્યારે જન્માષ્ટમીના પાવન પર્વ તેમજ ચારણ જગદંબા આઇ શ્રી રૂપલમાં નાં ૩2માં જન્મદિવસ નિમિત્તે સમસ્ત સેવક સમુદાય દ્વારા ભવ્યાતિભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે ખ્યાતનામ કલાકારો દ્વારા આઈ વંદના કરવામાં આવશે. આ પ્રસંગે સંતવાણી માતાજીની સ્તુતિ વગેરે ભાવ રજૂ કરવામાં આવશે.

કોરોના બાદ 32મો જન્મોત્સવ ધામધુમથી ઉજવાશે 

ઉલ્લેખનિય છે કે ગત વર્ષે આઇ શ્રી રૂપલ માતાજીના 31 જન્મ દિવસ નિમિતે રામપરની ભૂમિ પર રૂપલ માના સાનિધ્યમાં સંતવાણી યોજાઇ હતી. જેમાં હકાભા ગઢવી, રાસ્મિતા બેન રબારી સહીતના કલાકારોએ ધૂન ભજનની  રમઝટ બોલાવી હતી. ઉપરાંત અગાઉ કોરોના મહામારીના કારણે સાદાઈથી માં રૂપાલ ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રૂપલ આઈનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો. મંદિરમાં જ હવન, પૂજા કરી ભગવાનની આરાધના સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર્શન માટે આવતા ભક્તોને સામાજિક અંતરનું પાલન કરી દૂરથી જ આશીર્વાદ આપ્યા હતાં અને માતાજીના ભક્તોએ પોતાના ઘરે દિવડા પ્રગટાવી જન્મ દિવસની ઉજવણી કરી હતી. ત્યારબાદ હાલ કોરોનાની સ્થિતિ કાબુમાં આવતા 32મો જન્મ મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ