કશ્મીર ઘાટીમાં સ્થાનિક લોકો પર થયેલા હુમલા પાછળ લશ્કર અને જૈશનો હાથ છે.
કશ્મીર ઘાટીમાં થયેલા હત્યા પર મોટો ખુલાસો
આ સંગઠનનો હાથ હોવાનું ખુલ્યું
પાકિસ્તાનના ઈશારે કામ કરતા હોવાનો ખુલાસો
કશ્મીર ઘાટીમાં સ્થાનિક લોકો પર થયેલા હુમલા પાછળ લશ્કર અને જૈશનો હાથ છે. પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના બચાવવા માટે પાકિસ્તાની એજન્સી આઈએસઆઈના ઈશારા પર કાશ્મીર ટાઈગર્સનું નામ લેવામાં આવી રહ્યું છે. તેના ચીફ મુફ્તી અલ્તાફ ડિસેમ્બર 2021માં જ મરી ચુક્યો છે. કાશ્મીર ટાઈગર્સને અલ્તાફે જ બનાવ્યો હતો અને ખુદ અલ્તાફ જૈશના આતંકવાદી હતો.
J&K Police paid rich tributes to SPO Riyaz Ahmad Thoker, who was shot dead by terrorists today.
A wreath-laying ceremony was held in the Pulwama district, which was attended by top police and paramilitary officials. pic.twitter.com/9BQrMUusro
ઘાટીમાં કશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા પાછળ કશ્મીર ટાઈગર્સનું નામ કથિત આતંકી સંગઠનનું નામ હોવાનું જણાવાય છે. આ એ સંગઠન છે, જેનો જન્મ 2021માં થયો, આપને યાદ હશે કે, 13 ડિસેમ્બર 2021ના રોજ કશ્મીરના પંપોર વિસ્તારમાંથી જમ્મુ કાશ્મીર પોલીસની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક ડઝનથી વધારે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસકર્મી શહીદ પણ થયા હતા. આ હુમલાની તુરંત બાદ તેની જવાબદારી કશ્મીર ટાઈગર્સ નામના નવા આતંકી સંગઠને લીધી હતી. તેણે દાવો કર્યો હતો કે, પોલીસ બસ પર તેણે હુમલો કર્યો હતો.
જૈશના આતંકી તરીકે સામે આવ્યો અલ્તાફ
ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ બાબતની તપાસ કરવા પર જાણવા મળશે કે, સંગઠનને જૈશના આતંકી મુફ્તી અલ્તાફ ઉર્ફ અબૂ જારે બનાવ્યો હતો. અબૂ જાર વિશે જાણવા મળ્યું છે કે, આ શખ્સ પહેલા અનંતનાગમાં પોતાનું મદરેસા ચલાવતો હતો અને આતંકીઓ માટે ઓવરગ્રાઉંડ વર્કર તરીકે પણ કામ કરતો હતો. ત્યાર બાદ અલ્તાફ અને તેની ફેમિલી ગાયબ થઈ ગયા અને અલ્તાફ દૈશના આતંકી તરીકે સામે આવ્યો હતો.