બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jammu Kashmir: Infiltration attempt on LoC in Kupwara foiled, security forces kill two terrorists, search operation launched

જમ્મુ કાશ્મીર / કુપવાડામાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને કર્યા ઠાર, સર્ચ ઓપરેશન શરૂ

Pravin Joshi

Last Updated: 04:32 PM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ. જેમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ 
  • જમ્મુ કાશ્મીરના કુપવાડામાં બે આતંકવાદીઓ ઠાર
  • સુરક્ષાદળોએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન


ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ ફરી એકવાર સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આર્મીના ચિનાર કોર્પ્સે જણાવ્યું હતું કે કુપવાડામાં નિયંત્રણ રેખા (એલઓસી) નજીક ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સરહદ પારથી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. અહીં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. હજુ પણ સ્થળ પર ઓપરેશન ચાલુ છે. દરમિયાન કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે કુપવાડાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, ત્રણ જવાનો શહીદ,  સર્ચ ઓપરેશન યથાવત | jammu kashmir kulgam halan encounter between terrorists  and security forces three ...

16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા 

આ મામલાને લઈને ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે સેના અને પોલીસ દ્વારા ઓપરેશન ચાલી રહ્યું છે. આ વિસ્તારમાંથી ઘૂસણખોરી માટે વારંવાર પ્રયાસો કરવામાં આવે છે. નિયંત્રણ રેખા પર લગભગ 16 લોન્ચિંગ પેડ બનાવવામાં આવ્યા છે. સેના અને પોલીસ દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. આતંકવાદીઓની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. આગામી દિવસોમાં તેમની સંખ્યા વધુ ઘટશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ