બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jammu & Kashmir: Indian Army will adopt 13-year-old pattern in action to eliminate terrorists in the valley

એક્શન પ્લાન / Jammu & Kashmir: ઘાટીમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા ભારતીય સેના એક્શનમાં, અપનાવશે 13 વર્ષ જૂની પેટર્ન

Megha

Last Updated: 09:12 AM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu Terror Attack: જમ્મુ-કાશ્મીરનો આ વિસ્તારમાં હંમેશા આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે. અંહિથી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યા પછી સરળતાથી રિયાસી જિલ્લાના માર્ગે કાશ્મીર પહોંચી જાય છે.

  • જમ્મુ-કાશ્મીરના અનંતનાગ એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા
  • આ વિસ્તારમાં હંમેશા આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે
  • 2010માં આ વિસ્તારમાં દસ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા

Jammu Terror Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં કર્નલ, મેજર અને ડીએસપી સહિત ત્રણ અધિકારીઓ શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં અધિકારીઓએ જીવ ગુમાવ્યો હોય. 

એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા
આ એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણ બુધવારે સવારે શરૂ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના એન્કાઉન્ટરમાં એક કર્નલ અને એક પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દરમિયાન સાંજ સુધી ચાલેલા એન્કાઉન્ટરમાં ત્રણ અધિકારીઓ શહીદ થયા છે.

આ વિસ્તાર આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે
કાલાકોટ, રાજૌરી જિલ્લાનો ઉપ-જિલ્લો, જે રિયાસી જિલ્લાની સરહદે છે, આ વિસ્તારમાં હંમેશા આતંકવાદીઓનો અડ્ડો રહ્યો છે. આ વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપ્યા પછી, આતંકવાદીઓ સરળતાથી રિયાસી જિલ્લાના માર્ગે કાશ્મીર પહોંચી જતા અને પછી આ વિસ્તારમાં પાછા આવીને તેમની ગતિવિધિઓને અંજામ આપવા લાગ્યા.

2010માં દસ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા
2010ના એપ્રિલ અને મે મહિનામાં આ જ વિસ્તારમાં સેનાની આરઆર બટાલિયન દ્વારા દસ વિદેશી આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ તમામ આતંકવાદીઓ વિસ્તારમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા. 

વર્ષ 2020 ફરી આતંકનો માહોલ સર્જાયો હતો
5 જૂન 2020 ના રોજ, આતંકવાદીઓ વિશેની માહિતીના આધારે, કાલાકોટના મિયાડી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરઆર સૈનિકોએ એક વિદેશી આતંકવાદીને ઠાર માર્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં ફરી આતંકનો માહોલ સર્જાયો હતો અને હવે ફરી છેલ્લા બે-ત્રણ મહિનામાં આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃતિઓ તેજ થઈ છે.

સૈનિકોએ વિસ્તારને આતંક મુક્ત બનાવ્યો હતો
છેલ્લા દોઢ મહિનામાં સુરક્ષા દળોએ પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે, જ્યારે સુરક્ષા દળોને આ વિસ્તારમાં હજુ પણ કેટલાક આતંકવાદીઓની હાજરી હોવાની માહિતી છે અને તેમને ખતમ કરવા માટે દિવસ-રાત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ વખતે પણ આતંકવાદીઓએ કાલાકોટ વિસ્તાર પસંદ કર્યો કારણ કે અહીંથી કોઈ પણ ગુનો કર્યા પછી આતંકવાદીઓ સુરક્ષિત રીતે કાશ્મીર જતા રહે છે અથવા તો અહીંથી રિયાસી જિલ્લાના જંગલોમાં સરળતાથી છુપાઈ જાય છે.

હવે ફરી એકવાર 2010ની જેમ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓને ખતમ કરવા માટે મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું છે. આશા છે કે ટૂંક સમયમાં આ વિસ્તાર ફરી એકવાર આતંકવાદ મુક્ત થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ