બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jammu Kashmir chanted Anti America-Israel slogans after Friday prayers, Delhi UP on high alert

દેશ / ઈઝરાયલ-હમાસ યુદ્ધના કારણે ભારતના અનેક રાજ્યોમાં હાઇઍલર્ટ: UPમાં CM યોગીએ આપ્યા કડક આદેશ, દિલ્હીમાં પોલીસે જામા મસ્જિદ પાસે કરી પેટ્રોલિંગ

Vaidehi

Last Updated: 04:23 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલ અને હમાસ યુદ્ધની વચ્ચે ભારતમાં પણ યુદ્ધ સંબંધિત નારેબાજી શરૂ થવા લાગી છે. શુક્રવારે J&Kમાં ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં.

  • ઈઝરાયલ-હમાસ યુદ્ધની અસર ભારત પર
  • જમ્મૂ-કાશ્મીરમાં લોકોએ ઈઝરાયલ વિરોધી નારેબાજી કરી
  • દિલ્હી, UP, કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યો હાઈ એલર્ટ

ઈઝરાયલ અને હમાસનાં યુદ્ધની વચ્ચે ભારતમાં આ ઘટના સંબંધિત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શુક્રવારે જમ્મૂ-કાશ્મીરનાં બડગામમાં ઈઝરાયલ અને અમેરિકા વિરોધી નારાઓ લાગ્યાં હતાં. આ નારેબાજી જુમાની નમાજ બાદ લગાડવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં અને પોતાના હાથમાં પોસ્ટર્સ પકડીને નારેબાજી કરવા લાગ્યાં હતાં. ઈઝરાયલ-અમેરિકા વિરોધી નારાઓ સિવાય ધાર્મિક નારાઓ પણ સાંભળવા મળ્યાં હતાં. આ ઘટના બાદ દિલ્હી, ઉત્તરપ્રદેશ અને કાશ્મીર સહિત દેશનાં ઘણાં રાજ્યોમાં હાઈ એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે.

ઈઝરાયની સાથે છે ભારત
અત્રે ઉલ્લેખનીય છે કે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી ભારતે સતત પોતાનું સમર્થન ઈઝરાયલને આપ્યું છે. ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હુમલા બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે આ દુ:ખની ઘડીમાં ભારત સંપૂર્ણપણે ઈઝરાયલની સાથે છે. તો મંગળવારે ઈઝરાયલનાં PM નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો હતો અને હાલની સ્થિતિ અંગે જાણકારી આપી હતી.

CM યોગી આદિત્યનાથે આપ્યાં મોટા આદેશ
ઉત્તરપ્રદેશમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ પર ભારત સરકારનાં સ્ટેન્ડની વિરોધમાં બોલનારા લોકોને ટાર્ગેટ કરતાં CM આદિત્યનાથ યોગીએ ઓફિસરોને સ્પષ્ટ આદેશો આપ્યાં કે ઈઝરાયલ યુદ્ધમાં ભારત સરકારનાં વિચારોનાં વિરોધની કોઈપણ પ્રકારની ગતિવિધિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા હોય કે ધાર્મિક સ્થળ, ક્યાંયથી પણ કોઈપણ પ્રકારનાં ઉન્માદપૂર્ણ નિવેદનો જાહેર ન થવા જોઈએ. જો કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેની સામે તાત્કાલિક કડક પગલાંઓ લેવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ