બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Jail staff gets Rs 1.5 crore a month from Mahathag Sukesh, who is associated with actress Jacqueline

ઘટસ્ફોટ / અભિનેત્રી જેક્લીનનાં એક્સ અને મહાઠગ સુકેશ પાસેથી જેલ સ્ટાફને મળ્યા મહિને 1.5 કરોડ, 81 પોલીસકર્મીઓ સામે ફરિયાદ

Priyakant

Last Updated: 01:26 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

200 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પકડાયેલા અને અભિનેત્રી જેક્લીનનાં સાથે સંકળાયેલ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર પાસેથી દર મહિને લગભગ 1.5 કરોડ રૂપિયા લાંચ લેવાનો જેલ સ્ટાફ પર આરોપ

  • દિલ્હીની તિહાર જેલમાં બંધ છે મહાઠગ સુકેશ ચંદ્રશેખર
  • જેલ સ્ટાફે સુકેશ પાસેથી દર મહિને લગભગ 1.5 કરોડ રૂપિયાની લાંચ લીધી
  • 15 જૂને 81 જેટલા જેલ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાઈ 

દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW)એ રોહિણી જેલના લગભગ 81 જેલ કર્મચારીઓ સામે કેસ નોંધ્યો છે. 200 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં પકડાયેલા અને અભિનેત્રી જેક્લીનનાં સાથે સંકળાયેલ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર પાસેથી દર મહિને લગભગ 1.5 કરોડ રૂપિયા લાંચ લેવાનો જેલ સ્ટાફ પર આરોપ છે. નોંધનીય છે કે, આ મામલામાં 15 જૂને એફઆઈઆર નોંધવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખરની જેલમાંથી આચરવામાં આવેલ છેતરપિંડીનો ખુલાસો થયા બાદ ભૂતકાળમાં પણ ઘણા જેલ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હીની તિહાર જેલમાં બંધ છે મહાઠગ સુકેશ ચંદ્રશેખર

મહાઠગ સુકેશ ચંદ્રશેખર હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, પરંતુ કહેવાય છે કે તે બહારના લોકોના સંપર્કમાં છે. અધિકારીઓએ સુકેશ ચંદ્રશેખરને જેલની અંદરથી એક પત્ર મોકલતો પકડી લીધો છે. જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખર હાલમાં તિહાર જેલની જેલ નંબર 3માં બંધ છે.

શું કહ્યું જેલના ડીજી સંદીપ ગોયલે ? 

ડીજી (જેલ) સંદીપ ગોયલે કહ્યું, “થોડા દિવસો પહેલા, એક નર્સિંગ સ્ટાફ સીસીટીવી રેકોર્ડિંગમાં સુકેશ ચંદ્રશેખર પાસેથી કેટલાક કાગળો લેતો જોવા મળ્યો હતો. જ્યારે સ્ટાફની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે સુકેશે આ લેટર તેને કોઈને આપવા માટે આપ્યો હતો.

અગાઉ ભૂખ હડતાળ પર હતો સુકેશ 

સુકેશ ચંદ્રશેખર મેની શરૂઆતમાં ભૂખ હડતાળ પર હતા, જેના કારણે તેમની તબિયત બગડી હતી અને તેમને 9 જૂનના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન તે આ સ્ટાફના કર્મચારીને મળ્યો. તમને જણાવી દઈએ કે, સુકેશ ચંદ્રશેખરને ગયા વર્ષે ઘણા હાઈપ્રોફાઈલ લોકો પાસેથી છેતરપિંડી અને ખંડણીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

જેકલીન ફર્નાન્ડિસ અને સુકેશ ચંદ્રશેખર

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કથિત અફેરને લઈને ચર્ચામાં આવી હતી.  સોશિયલ મીડિયા પર તેની એક તસવીર પણ વાયરલ થઈ હતી. તસવીરમાં સુકેશ ચંદ્રશેખર કિસ કરતા જોવા મળ્યા હતા. આ તસવીરમાં જેકલીન ફર્નાન્ડિસના ગળા પર લવ બાઇટ પણ જોવા મળ્યાં હતા જે બાદમાં થોડા દિવસ પછી જેકલીને સોશિયલ મીડિયા પર પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ