બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / ભારત / Jacqueline complaints to the court about Sukesh Chandrashekhar's letter and messages, asked for security

કોર્ટ / મહાઠગ સુકેશના લેટર અને મેસેજથી કંટાળી જૈકલીન, ઉઠાવ્યું મોટું પગલું, કહ્યું મારી સુરક્ષાને ખતરો

Vaidehi

Last Updated: 07:35 PM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી રહી છે. એકવાર ફરી સુકેશ ચંદ્રશેખરનાં લેટર અને મેસેજથી કંટાળીને એક્ટ્રેસ કોર્ટનાં રસ્તે વળી છે.

  • બોલીવુડ એક્ટ્રેસ જેકલીને ફરી ખટખટાવ્યાં કોર્ટનાં દ્વાર
  • સુકેશ ચંદ્રશેખરનાં લેટર-મેસેજથી કંટાળી છે એક્ટ્રેસ
  • કોર્ટમાં કહ્યું મારી ઈમેજ બગડી રહી છે...

બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ સતત વધી રહી છે. થોડા દિવસો પહેલાં એક્ટ્રેસ 200 કરોડ રૂપિયાનાં મની લોન્ડેરિંગ કેસમાં હાઈકોર્ટ પહોંચી હતી. આ વચ્ચે હવે જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનાં આપત્તિજનક લેટર અને મેસેજથી કંટાળીને જેકલીને કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે.  કોર્ટમાં જેકલીન ફર્નાંડિસે પોતાની સિક્યોરિટીને ધ્યાનમાં રાખતાં રાહતની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે 18 જૂલાઈનાં કોર્ટમાં સુનાવણી દરમિયાન સુકેશે વીડિયો કોન્ફેરેન્સ થકી જેકલીન સાથે વાત કરી હતી. આ જાણકારી જેકલીને ખુદ કોર્ટમાં આપી હતી. 

સુકેશથી કંટાળી જેકલીન
બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસે જણાવ્યું કે તેને લઈને મીડિયાને મોકલવામાં આવેલા લેટરમાં જે પ્રકારનાં શબ્દોનો સુકેશ દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે તે ન માત્ર તેની ઈમેજને નુક્સાન પહોંચાડે છે પણ તેની સુરક્ષાને પણ ખતરામાં મુકે છે. એક્ટ્રેસે પોલીસ અને જેલ ઓથોરિટીને ફરિયાદ કરી હતી પણ તેના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.  એક્ટ્રેસે કોર્ટને માંગ કરી છે કે તે જેલ ઓથોરિટી અને પોલીસને આદેશ આપે કે સુકેશ ચંદ્રશેખર આગળ કોઈપણ પ્રકારનાં લેટર, મેસેજ અને નિવેદન જાહેર ન કરે/તેને રોકવામાં આવે. 

ઈમેજને નુક્સાન
બોલીવુડ એક્ટ્રેસ જેકલીને સુકેશ ચંદ્રશેખર દ્વારા મોકલવામાં આવેલ લેટર અને મેસેજની સામે આપત્તિ દર્શાવી છે. તેનું માનવું છે કે તેની ઈમેજને નુક્સાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે આ બધા પર રોક લગાડવામાં આવે. 

દિલ્હી પોલીસે જેકલીનનું સમર્થન કર્યું
સુકેશ ચંદ્રશેખર 200 કરોડથી વધારે રૂપિયાનાં ઠગનાં મામલામાં મહત્વનો સાક્ષી છે. જો કે દિલ્હી પોલીસની તરફથી કહેવામાં આવ્યું છે કે જે રીતે સુકેશ ચંદ્રશેખરની તરફથી એક્ટ્રેસને હેરાન કરવામાં આવી રહ્યું છે એ ચિંતાનો વિષય છે. તેનાથી ટ્રાયલ પર ખરાબ અસર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ