બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / it would have been good if 'Sengol' got due respect after Independence : PM

નવી સંસદ / 'પવિત્ર સેંગોલને ચાલવાની છડી બનાવીને રખાયો, આજે સન્માન મળ્યું', PM મોદીનો કોંગ્રેસ પર મોટો હુમલો

Hiralal

Last Updated: 10:24 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલનાડુના મહંતો દ્વારા સેંગોલ સોંપણી વખતે પીએમ મોદીએ કહ્યું કે સેંગોલ આપણને કર્તવ્યપથ પર ચાલવા પ્રેરિત કરશે.

  • તમિલનાડુના મહંતોએ પીએમ મોદીને સોંપ્યો સેંગોલ
  • પીએમ મોદી કાલે ઉદ્ધાટન બાદ નવી સંસદમાં સ્થાપિત કરશે
  • પીએમ બોલ્યાં સેંગોલને છડી કહેવાઈ, આજે મળી રહ્યું છે યોગ્ય સન્માન

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે દેશને નવી સંસદની ભેટ આપશે. ઉદ્ધાટનની પૂર્વ સંધ્યાએ સેંગોલ સોંપવા માટે તમિલનાડુના 21 અધિનામ પીએમ મોદીને મળવા તેમના નિવાસસ્થાને આવ્યાં હતા. સેંગોલ મળ્યાં બાદ પીએમ મોદીએ મહંતોને સંબોધન કર્યું હતું. મહંતો સાથેની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે સેંગોલ આપણને કર્તવ્યપથ પર ચાલવાની પ્રેરણા આપશે. સેંગોલને છડી કહેવામાં આવી, પરંતુ આજે સેંગોલને ઉચિત માન-સન્માન મળી રહ્યું છે. 

સેંગોલને આજે મળ્યું ઉચિત માન-સન્માન 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "તમિલનાડુએ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ભારતની સ્વતંત્રતામાં તમિલ લોકોના પ્રદાનને તે લાયક હતું તેટલું મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું હતું કે તમિલ પરંપરામાં જે વ્યક્તિએ શાસન કર્યું તેને સેંગોલ,  આપવામાં આવ્યું હતું, સેંગોલ એ પ્રતીક હતું કે તેને ધારણ કરનાર વ્યક્તિ પર દેશના કલ્યાણની જવાબદારી છે અને તે ક્યારેય ફરજના માર્ગથી ભટકાશે નહીં. 

પીએમ મોદીને સોંપાયો સેંગોલ 
નવી સંસદના ઉદ્ઘાટનની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રી મોદીને મળવા તેમના નિવાસસ્થાને તમિલનાડુના 21 અધિનામ (પંડિતો) આવ્યાં હતા. અધિનામ દ્વારા પીએમ મોદીને  વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા હસ્તાંતરણનો સાંસ્કૃતિક વારસો એવા સેંગોલ (રાજદંડ) સોંપ્યો હતો. અધિનામ પાસેથી સેંગોલ સ્વીકારતાં પીએમ મોદી ખૂબ ખુશ જોવા મળ્યાં હતા.  આ પહેલા પીએમ મોદીને સોનાનું અંગવસ્ત્ર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વૈદિક રીતિ-રિવાજ પ્રમાણે તેમને અધિનમથી સેંગોલ પ્રદાન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. પીએમ મોદીએ અધિનામને મળીને તેમના આશીર્વાદ માંગ્યા હતા. 

પ્રયાગરાજથી લાવીને દિલ્હીના મ્યુઝિયમમાં રખાયો હતો સેંગોલ

સેંગોલ મૂળ યુપીના પ્રયાગરાજમાં એક મ્યૂઝિયમમાં પ્રદર્શન પર મૂકાયો હતો જેને ત્યાંથી લાવીને દિલ્હીના મ્યૂઝિયમમાં રખાયો હતો

કાલે નવી સંસદનું ઉદ્ધાટન, તેમાં સ્થાપિત થશે સેંગોલ
આવતીકાલે પીએમ મોદી સંસદના નવા ભવનનું ઉદ્ધાટન કરશે અને તેમાં સેંગોલને સ્થાપિત કરવામાં આવશે. સેંગોલ એક પ્રકારનો રાજદંડ છે જે સત્તા હસ્તાંતરણનો સાંસ્કૃતિક વારસો છે. 5 ફૂટ લાંબા ચાંદીથી બનેલા આ સેંગોલને સોનાથી મઢવામાં આવ્યો છે. ઉપરના ભાગે નંદી બિરાજમાન છે અને તેની પર ધ્વજ બનાવાયેલો છે. તેની નીચે તમિળ ભાષામાં પણ કંઈક લખેલું છે. આ સેંગોલને 1947ની સાલમાં બનાવાયો હતો. 

તમિલોને ગૌરવ અપાવનાર પીએમ મોદીનો આભાર-એક્ટર રજનીકાંત

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે કહ્યું કે તમિલ પાવરનું પરંપરાગત પ્રતિક, સેંગોલ દેશની નવી સંસદમાં ચમકશે. તમિલોને ગૌરવ અપાવનાર પીએમ મોદીનો અંતઃકરણપૂર્વક આભાર. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ