બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / It is considered inauspicious for the material of worship to fall out of the hand

જ્યોતિષ / જોજો ઉતાવળ કરતા ! પૂજાની આ સામગ્રી ભૂલથી પણ ન પડી જવી જોઇએ, નહીં તો પરિવાર પર આવે છે આફત

Khyati

Last Updated: 05:55 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાનના કામમાં લેવાતી આ વસ્તુઓ હોય છે એકદમ પવિત્ર, હાથમાંથી જો જમીન પર પડી જાય તો સાવરણી ક્યારેય ન અડાડશો.

  • પૂજા સામગ્રી હાથમાંથી નીચે પડવી અશુભ
  • ભગવાનની મૂર્તિને સાચવીને કરો સાફ
  • સિંદૂર પણ ન પડવુ જોઇએ નીચે 

આપણે ઘણી એવી બાબતોને હસી મજાકમાં ધ્યાનમાં લેતા નથી.  જેવી રીતે પૂજાની સામગ્રીમાં કોઇ કચાશ રાખતા નથી તે રીતે પૂજાની સામગ્રી સાચવવી એટલી જ જોઇએ. કારણ કે જો આવી કોઇ વસ્તુ તમારા હાથમાંથી પડી જાય તો અપશુકન ગણાય છે. જો કે ઘણીવાર થાય પણ છે એવુ કે પૂજાનો સામાન જમીન પર પડી જાય. ત્યારે આવો જાણીએ કઇ વસ્તુ હાથમાંથી પડી જવાથી અપશુકન ગણાય. 

સિંદૂર પડવું

સિંદૂરનો સંબંધ શુભ અને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના હાથમાંથી સિંદૂર પડી જાય છે, તો તેનો અર્થ એ છે કે પરિવાર અથવા પતિ પર કોઈ પ્રકારની મુશ્કેલી આવવાની છે. જો આવું થાય સિંદૂરને પગ કે સાવરણીથી સાફ ન કરવુ જોઇએ. સ્વચ્છ કપડાથી ઉપાડીને બોક્સમાં રાખવું જોઈએ.

પ્રસાદ પડવો

એવું માનવામાં આવે છે કે હાથમાંથી પૂજાનો પ્રસાદ પડવો પણ અશુભ છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો તરત જ પ્રસાદને લઇને કપાળ પર લગાવવો જોઈએ. જો તમે તેને ખાતા નથી, તો તેને પાણીમાં ફેંકી દો અથવા તેને વાસણમાં મૂકી દો. જેથી પ્રસાદનું અપમાન ન થાય. પ્રસાદ પડવો એ કોઈ મનોકામના પૂર્ણ થતા થતા રહી જાય છે. 

પાણીથી ભરેલો કળશ

 એવું માનવામાં આવે છે કે પૂજા માટે કળશમાં પાણી લઈ જતી વખતે જો તે હાથમાંથી પડી જાય તો તેને અશુભ સંકેત માનવામાં આવે છે. પાણીથી ભરેલો લોટો અથવા પાણીથી ભરેલો ગ્લાસ હાથમાંથી પડવો શુભ નથી. હાથમાંથી પાણી પડવું એટલે પિતૃઓ ગુસ્સે થયા હોવાનું માનવામાં આવે છે.  જ્યારે આવું થાય ત્યારે પરિવારમાં સમસ્યા ઊભી થાય છે.

ભગવાનની મૂર્તિ

 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાનની મૂર્તિને સાફ કરતી વખતે કે ઉપાડતી વખતે ખૂબ કાળજી રાખવી જોઈએ. હાથમાંથી પડીને ભગવાનની મૂર્તિ તોડવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આના કારણે પરિવારના વરિષ્ઠ સભ્ય પર સંકટ આવવાનું છે. અથવા પરિવારમાં કોઈ પ્રકારની મોટી ઉથલપાથલ થઈ શકે છે. જો તમારી સાથે ઘરમાં આવું કંઈક થાય છે, તો તેને પાણીમાં ફેંકી દેવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ