બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / It is claimed that Tejashwi Surya opened the emergency gate of the flight before take-off

રાજકારણ / ટેક-ઑફ પહેલા જ તેજસ્વી સૂર્યાએ ફ્લાઇટનો ઈમરજન્સી ગેટ ખોલ્યો હોવાનો દાવો, વિપક્ષી નેતાઓએ કહ્યું-કંઈક થયું હોત તો જવાબદાર કોણ?

Priyakant

Last Updated: 11:14 AM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ સાંસદે કથિત રીતે ફ્લાઇટનો ઈમરજન્સી ગેટ ખોલ્યો હોવાનો દાવો,  જોકે તેને લઈ હજી કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી

  • ટેક-ઑફ પહેલા જ તેજસ્વી સૂર્યાએ ફ્લાઇટનો ઈમરજન્સી ગેટ ખોલ્યો હોવાનો દાવો
  • BJP યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેંગલુરુ દક્ષિણના સાંસદ છે તેજસ્વી સૂર્યા
  • વિપક્ષી નેતાઓએ કહ્યું-કંઈક થયું હોત તો જવાબદાર કોણ? 

હાલમાં દેશમાં ભાજપ સાંસદે કથિત રીતે ફ્લાઇટનો ઈમરજન્સી ગેટ ખોલ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે તેને લઈ હજી કોઈ ચોક્કસ વિગતો બહાર આવી નથી. પરંતુ આ સમાચાર સામે આવતા જ રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે. જેમાં વિપક્ષી નેતાઓએ કહ્યું કે, ફ્લાઇટનો ઈમરજન્સી ગેટ ખોલ્યા દરમ્યાન કંઇક થયું હોત તો જવાબદાર કોણ ? 

ફાઇલ તસવીર 

શું હતો સમગ્ર મામલો ? 
વાત જાણે એમ છે કે, ચેન્નાઈથી તિરુચિરાપલ્લી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો.  આ વાત સામે આવ્યા બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ તપાસના આદેશ આપ્યા છે. જોકે આ ઘટનાને કારણે ફ્લાઇટ 2 કલાક મોડી પડી હતી. ઈન્ડિગોએ આ ઘટનાની પુષ્ટિ કરી છે પરંતુ ફ્લાઈટનો ગેટ ખોલનાર મુસાફરનું નામ જાહેર કર્યું નથી. જોકે જ્યારે સમાચાર સામે આવ્યા ત્યારે એક વ્યક્તિએ દાવો કર્યો કે, ઈન્ડિગો ફ્લાઈટનો ગેટ ખોલનાર પેસેન્જર બીજેપીના સાંસદ હતા. 

ફાઇલ તસવીર 

તો શુ ભાજપ સાંસદે જ ઈમરજન્સી ગેટ ખોલ્યો ? 
10 ડિસેમ્બર 2022ના રોજ ચેન્નઈથી ત્રિવેન્દ્રમ જતી ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 7339માં મુસાફરી કરી રહેલા એક મુસાફરે બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન ઈમરજન્સી એક્ઝિટ ખોલી દીધી હતી. જોકે બાદમાં તે પેસેન્જરે તરત જ આ ઘટના માટે માફી માંગી હતી. ઈન્ડિગોએ કહ્યું કે, એક મુસાફરે 'ભૂલથી' ઈમરજન્સી ગેટ ખોલી દીધો હતો. જોકે એક વ્યક્તિએ દાવો કર્યો કે, ઇન્ડિગો ફ્લાઈટનો ગેટ ખોલનાર પેસેન્જર બીજેપીના સાંસદ હતા. 

શું કહ્યું ઈન્ડિગો એરલાઈને? 
આ તરફ ઘટનાના એક મહિનાથી વધુ સમય બાદ મંગળવારે એરલાઈને એક નિવેદન બહાર પાડ્યું હતું. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂર્યાએ ગેટ ખોલ્યો હતો. ઈન્ડિગોએ જોકે તેના નિવેદનમાં કોઈનું નામ લીધું નથી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક અધિકારીએ મંગળવારે કહ્યું કે, અમને આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવી નથી. એક મુસાફરે આકસ્મિક રીતે ઈમરજન્સી ગેટ ખોલ્યો.

શું છે દાવો ? 
મીડિયા અહેવાલો અનુસાર બીજેપી યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેંગલુરુ દક્ષિણના પાર્ટી સાંસદ તેજસ્વી સૂર્યાએ 10 ડિસેમ્બર 2022ના રોજ ચેન્નાઈ એરપોર્ટ પર ટેકઓફ કરતા પહેલા ઈન્ડિગો એરક્રાફ્ટનો ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે. 

શું કહ્યું AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ? 
આ તરફ હવે ભાજપ સાંસદનું નામ કથિત રીતે સામે આવ્યા બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિનું "સંસ્કારી નામ" હોય તો તે આકસ્મિક ઘટના છે અને જો નામ અબ્દુલ છે, પછી [આ] આકાશ મર્યાદા છે. 

કોંગ્રેસ સાંસદ રણદીપ સુરજેવાલાએ શું કહ્યું ? 
ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ આકસ્મિક રીતે ઈન્ડિગો પ્લેનની ઈમરજન્સી એક્ઝિટ ખોલી હોવાના અહેવાલો પછી કોંગ્રેસના સાંસદ રણદીપ સિંહ સુરજેવાલાએ ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, ધ બીજેપી વીઆઈપી બ્રેટ્સ! શું તેનાથી [યાત્રીઓની] સલામતી સાથે સમાધાન થયું? ઓહહ! [તમે] ભાજપના હકદાર VIP વિશે પ્રશ્નો પૂછી શકતા નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ