બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / IT department's mega search operation in Ahmedabad, two builder groups raided there, 150 officials spotted in Benami investigation

કાર્યવાહી / અમદાવાદમાં IT વિભાગનું મેગા સર્ચ ઓપરેશન, બે બિલ્ડર ગ્રુપને ત્યાં દરોડા, 150 અધિકારીઓ જોતરાયા બેનામી તપાસમાં

Vishal Khamar

Last Updated: 07:10 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આજે અમદાવાદ શહેરનાં નામાંકીત બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ તેમજ ટોચનાં બ્રોકરોને ત્યાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં બિલ્ડર લોબીમાં આઈટીની રેડની વાત વાયુ વેગે પ્રસરતા બિલ્ડરો લોબીમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

  • અમદાવાદમાં ઈન્કમટેક્ષ વિભાગનું મેગા સર્ચ ઓપરેશન
  • ટોચનાં બે થી ત્રણ બિલ્ડર  ગ્રુપ તેમજ બ્રોકરોની બે ડઝનથી વધુ સ્થળોએ તપાસ
  • તપાસનાં અંતે મોટી કરચોરી મળી આવે તેવી શક્યતાઓ

 અમદાવાદમાં ફરી ઈન્કમટેક્સનું સુપર મેગા ઓપરેશન કરવામાં આવ્યું છે. શહેરના નામાંકીત એવાં બે થી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતા ના દરોડા પાડવામાં આવતાં સમગ્ર બિલ્ડર લોબીમાં તહેવારો ટાણે ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો.

જે રીતે ઈન્કમટેકસ વિભાગે સપાટો બોલાવ્યો છે. તે જોતાં અને સૂત્રોની વાત માનવામાં આવે તો જે બિલ્ડર ગ્રુપને ત્યાં આઇ ટીનાં અધિકારીઓ ત્રાટક્યા છે. તે લોકોને ત્યાં બે હિસાબી નાણાં મળશે. તે પણ મોટો સવાલ છે....!

ટોચનાં બે બિલ્ડર ગ્રુપ તેમજ  બ્રોકરો આઈટીની ઝપેટમાં
શહેરના સાયન્સ સીટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ અનિલભાઈ પટેલ સહિત બે ડઝન સ્થળોએ તવાઈ કરવામાં આવી હતી.જેમાં અમદાવાદ શહેરના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આઈટી ત્રાટકયુ હતું. અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલને ત્યાં પણ તપાસ ચાલી છે. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઇન્કમટેક્સની ઝપટમાં આવ્યા છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા ખાતા દ્વારા તપાસ હાથ ધરી છે.  ઇન્કમટેક્સનો 150 થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટી કરચોરી મળી આવે તેવી સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ