બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / ISRO's female scientist in traditional dress with Chandal, Sindoor and Mangalsutra: Kangana Ranaut praised

પ્રસંશા / ચાંદલો, સિંદૂર અને મંગળસૂત્ર સાથે પારંપરિક વસ્ત્રોમાં ISROની મહિલા વૈજ્ઞાનિક: કંગના રનૌતે કર્યા વખાણ

Megha

Last Updated: 10:17 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kangana Ranaut News: કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર ચંદ્રયાનના મિશનમાં યોગદાન આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરતાં લખ્યું કે. 'સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે'

  • કંગના રનૌતે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા 
  • કહ્યું સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે
  • તસવીરમાં તમામ મહિલાઓ સાડી અને બિંદીમાં જોવા મળી રહી છે

Kangana Ranaut praises ISRO's female scientists: 23 ઓગસ્ટનો દિવસ સમગ્ર ભારત માટે સૌથી મોટો દિવસ હતો. આ દિવસે ભારતનું ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં સાંજે 6 વાગ્યે ઉતર્યું હતું. એ બાદ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન અને સોવિયત યુનિયન ચંદ્ર પર પહોંચી ચૂક્યા છે. ભારતની આ સિદ્ધિથી સમગ્ર દેશ ખુશ છે તે જ સમયે, બોલિવૂડ સ્ટાર્સે પણ તમામ વૈજ્ઞાનિકોને આ માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તાજેતરમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા છે. 

કંગના રનૌતે ઈસરોની મહિલા વૈજ્ઞાનિકોના વખાણ કર્યા 
વાત એમ છે કે કંગના રનૌતે તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં તેણે ચંદ્રયાન 3 મિશનની મહિલા વૈજ્ઞાનિકોની તસવીર શેર કરી છે. આ દરમિયાન ચંદ્રયાનના મિશનમાં યોગદાન આપનાર ઈસરોની મહિલા વૈજ્ઞાનિકો હસતી જોવા મળે છે. અભિનેત્રીએ શેર કરેલી તસવીરમાં તમામ મહિલાઓ સાડી અને બિંદીમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ભારતના લીડીંગ વૈજ્ઞાનિકો, તેઓ બધા બિંદી, સિંદૂર અને મંગલસૂત્ર સાથે, સાદું જીવન અને ઉચ્ચ વિચારસરણીના પ્રતિક છે. ભારતીયતાનો સાચો સાર. 

પીએમ મોદીએ પણ મહિલા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી
રવિવારે પીએમ મોદીએ ઈસરોની  વૈજ્ઞાનિક  મહિલા વૈજ્ઞાનિકો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન 3 એ મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ છે. ઘણી મહિલા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આ મિશનમાં સીધી રીતે સામેલ છે. મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની દીકરીઓ હવે અનંત ગણાતી જગ્યા અંતરીક્ષને પણ પડકાર ફેંકી રહી છે. ' જણાવી દઈએ કે ચંદ્રયાન 3 એ તેની 40 દિવસની સફર પૂર્ણ કર્યા પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. 

કંગના ટૂંક સમયમાં આ ફિલ્મોમાં જોવા મળશે
કંગના જલ્દી જ પી વાસુના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ચંદ્રમુખી 2 માં જોવા મળશે. તે બ્લોકબસ્ટર હિટ તમિલ હોરર કોમેડી ફિલ્મ ચંદ્રમુખીની સિક્વલ છે, જેમાં રજનીકાંત અને જ્યોતિકાએ પણ અભિનય કર્યો હતો. ચંદ્રમુખી 2 માં કંગના રાજાના દરબારમાં એક ડાન્સર તરીકે જોવા મળશે, જે તેની સુંદરતા અને ડાન્સ માટે જાણીતી છે. તે જ સમયે અભિનેત્રીની સામે રાઘવ લોરેન્સ જોવા મળશે. આ સિવાય અભિનેત્રી તેજસ ફિલ્મમાં એરફોર્સ પાયલટની ભૂમિકામાં જોવા મળશે અને આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય કંગના ટૂંક સમયમાં ફિલ્મ ઈમરજન્સીમાં પણ જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ