બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Israels Defense Minister ordered a complete siege on the Gaza Strip on Monday

હુકમ / હમાસનો ખાતમો નક્કી.! ન વીજળી, ન ભોજન, ન પાણી: ઈઝરાયેલે ગાઝાની કરી સંપૂર્ણ ઘેરાબંધી, છૂટયો નવો આદેશ

Kishor

Last Updated: 07:46 PM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયલના રક્ષામંત્રીએ સોમવારે ગાઝા પટ્ટી પર પુરી ઘેરાબંધીનો આદેશ કર્યો છે. ઘેરાબંધીના આદેશને પરિણામે ગાઝા પટ્ટી પર વીજળી ઉપરાંત ભોજન, પાણી અને ગેસ સહિતની સુવિધાઓ બંધ થઈ છે.

  • ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ઘમાસાણ 
  • ઇઝરાયલના રક્ષામંત્રીએ સોમવારે ગાઝા પટ્ટી પર પુરી ઘેરાબંધીનો આદેશ કર્યો
  • વીજળી ઉપરાંત ભોજન પાણી અને ગેસ સહિતની સુવિધાઓ બંધ

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હુમલામાં અનેક લોકો મોતના ખપ્પરમાં હોમાયા છે. આવી સ્થિતિ વચ્ચે ઇઝરાયલના રક્ષામંત્રીએ સોમવારે ગાઝા પટ્ટી પર પુરી ઘેરાબંધીનો આદેશ કર્યો છે. સેના દ્વારા પેલેસ્ટાઇનના વિસ્તારોમાં હવાઈ હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રક્ષા મંત્રીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે અમે ગાઝા પર ચારે કોરથી ઘેરાબંધીના આદેશ છોડી ઘેરાબંધી કરી રહ્યા છીએ. પરિણામે ગાઝા પટ્ટી પર વીજળી ઉપરાંત ભોજન, પાણી અને ગેસ સહિતની સુવિધાઓ બંધ થઈ છે. જેને લઈને સંપૂર્ણ વિસ્તાર યુદ્ધ જેવી હાલતમાં જોડાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયલમાં હુમલા દરમિયાન લગભગ 700 લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.આમ ઇઝરાયલ હુમલાનો બરાબરનો વળતો જવાબ આપી રહ્યું છે.


 700 લોકો માર્યા ગયા હોવાનો દાવો
શનિવારે જ્યારે હમાસના આતંકવાદીઓએ શનિવારે સરહદ પારથી હુમલો કર્યો ત્યારે ઇઝરાયલી સુરક્ષા દળો વળતો જવાબ આપે તે પહેલાં ગાઝા નજીકના સમુદાયો અને નગરોમાં લોકો પર ગોળીબાર થયો હતો. જેમાં અનેક લોકોના મોત થયા હતા. દક્ષિણ ઇઝરાયેલમાં ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. બચાવ કાર્યમાં જોડાયેલી સંસ્થાના જણાવ્યા અનુસાર ગાઝા નજીક કિબુત્ઝ રીમ નજીક એક સંગીત સમારોહમાં હમાસના આતંકવાદીએ હુમલો કર્યો હતો. જ્યાં 250 લોકોને મોતને ઘાટ ઉતારાયા હતા. આ દરમિયાન ઇઝરાયલના યુવાઓ તથા વિદેશીઓ સહિત અંદાજિત 250 લોકો મોતને ભેટ્યા હતા.

અનેક લોકો મૃત્યુ પામ્યા

ઈઝરાયલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે હિબ્રુમાં જણાવ્યું હતું કે અમે જાનવરો સામે લડી બાથ ભીડી રહ્યા છીએ અને તે તે મુજબ જ કાર્યવાહી કરી રહ્યા છીએ. હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલની સેના પણ આકરા પાણીએ છે. તેમણે પેલેસ્ટિનિયન પ્રદેશ પર હવાઈ હુમલા કરી ગાઝા પટ્ટીમાં 493 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ