બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Israel-Hamas war: 'Hamas holds citizens of 36 countries hostage with Israel', Israeli actress appeals for help

Israel-Hamas War / માત્ર ઈઝરાયલ જ નહીં, એકસાથે 36 દેશોના નાગરિકોને હમાસે બનાવ્યા છે બંધક, એક્ટ્રેસે લગાવી મદદની ગુહાર

Pravin Joshi

Last Updated: 10:24 AM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇઝરાયેલની અભિનેત્રી રોના-લી શિમોને ત્યાંની સ્થિતિ વિશે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં દરેક નાગરિક બંધકોને પરત લાવવા માટે સમર્થન કરી રહ્યો છે. અમે તેમને પાછા લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. 8 દિવસ પહેલા જે બન્યું તે મારા જીવનની સૌથી ભયાનક ક્ષણ છે.

  • ઇઝરાયેલની અભિનેત્રીએ હમાસમાં ફસાયેલા નાગરિકો માટે ચિંતા વ્યક્ત કરી 
  • ઈઝરાયલ સાથે 36 દેશના નાગરિકોને બંધક બનાવાયા - અભિનેત્રી
  • બધા દેશોએ સાથે આવવું જોઈએ અને મદદ કરવી જોઈએ - અભિનેત્રી

ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સંઘર્ષ દિવસેને દિવસે વધુ ઘાતક બની રહ્યો છે. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં 1300થી વધુ ઈઝરાયેલ અને 2300થી વધુ પેલેસ્ટાઈનના મોત થયા છે. આના કારણે ગાઝા પટ્ટી પર રહેતા લોકોને સૌથી વધુ નુકસાન થયું છે. દરમિયાન ઇઝરાયેલની અભિનેત્રી રોના-લી શિમોને ત્યાંની સ્થિતિ વિશે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં દરેક નાગરિક બંધકોને પરત લાવવા માટે સમર્થન કરી રહ્યો છે. અમે તેમને પાછા લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. 8 દિવસ પહેલા જે બન્યું તે મારા જીવનની સૌથી ભયાનક ક્ષણ છે.

Topic | VTV Gujarati

નાગરિકોને પરત લાવવાનો પ્રયાસ કરો

એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા રોના-લી શિમોને કહ્યું, હું અને ઇઝરાયલનો દરેક નાગરિક હાલમાં આપણા દેશના બંધકોને પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે અમે બધા અમારી પૂરી શક્તિથી પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લા આઠ દિવસ ઇઝરાયેલી નાગરિકો અને મારા પોતાના લોકોના જીવનની સૌથી ખરાબ ક્ષણ છે.

ગાઝામાં 250 બંધકોને બચાવવા ઇઝરાયલી સેનાએ લાઇવ ઓપરેશન હાથ ધર્યું, 60 હમાસ  આતંકવાદીઓ માર્યા ગયા, 26 પકડાયા / Israeli army conducts live operation to  rescue 250 hostages near ...

અમે અમારી સેના સાથે ઊભા છીએ

બંધકો માટે પોતાની ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, અમારા માટે અત્યારે સૌથી મહત્વની બાબત, જે અમારે કરવાની છે અને અમે કરી રહ્યા છીએ, અમારા બંધક સાથીઓને સુરક્ષિત રીતે પરત લાવવાનું છે. આ માટે અમે અમારી સેનાનો સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. અમે તેમની દરેક બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. અમે હિંસક યુદ્ધની વચ્ચે ફસાયા છીએ, જે ભવિષ્યમાં લોકોના જીવન માટે વધુ ઘાતક બની શકે છે, પરંતુ હવે અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ. સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

Topic | VTV Gujarati

હમાસે 36 દેશોના નાગરિકોને બંધક બનાવ્યા હતા

આંસુ ભરેલી શિમોનને પૂછવામાં આવ્યું કે શું તેણી વિચારે છે કે આતંકવાદી સંગઠન હમાસ બંધકોને મુક્ત કરશે, જેના જવાબમાં તેણીએ કહ્યું, મારી પાસે આ પ્રશ્નનો જવાબ નથી, પરંતુ હું આશા રાખું છું કે દરેક દેશે તેની તમામ શક્તિથી અમને ટેકો આપવો જોઈએ. અને અમારા સાથીઓને તેમના દેશોમાં પાછા ફરવામાં મદદ કરો. હમાસના આતંકવાદીઓએ માત્ર ઇઝરાયેલ અને યહૂદીઓને જ બંધક બનાવ્યા નથી. પરંતુ તેઓએ વિશ્વના 36 દેશોના નાગરિકોને પણ બંધક બનાવ્યા છે.

કબ્રસ્તાનમાં ફેરવાઇ રહ્યું છે ગાઝા... ખંડેર થઈ ગઈ બિલ્ડિંગ, આઇસક્રીમ  ટ્રકમાં લઈ જવાઈ રહ્યા છે મૃતદેહ, 2200થી વધુ લોકોના મોત | Israel Hamas War  2215 people ...

ગાઝા પટ્ટીના લોકોને બંધક બનાવ્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 1300થી વધુ ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે જ્યારે 3600થી વધુ ઘાયલ થયા છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ગેલન્ટે કહ્યું કે અંદાજ છે કે હમાસે ગાઝા પટ્ટીમાં 150-200 લોકોને બંધક બનાવ્યા છે, અને તેમને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ