બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Israel air force bombarded on Gaza Islamic university, UAE declared 2 crore dollar help to Palestine

વિશ્વ / હમાસ પર ઇઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી વિનાશક હુમલો, ગાઝા ઇસ્લામિક યુનિવર્સિટીને ઉડાવી, વીડિયોમાં દેખાયું તબાહીનું મંજર

Vaidehi

Last Updated: 04:20 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયલી વાયુસેનાએ કહ્યું કે તેમના ફાઈટર જેટ્સએ બુધવારે ગાઝા સ્થિત એક ઈસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ ધડાકા કર્યાં છે. તેમના અનુસાર આ યુનિ.માં હમાસનાં આતંકીઓ ટ્રેનિંગ લેતાં હતાં.

  • ઈઝરાયલી વાયુસેનાએ આપ્યો મોટો અપડેટ
  • ગાઝાની મુસ્લિમ યુનિવર્સિટીમાં કરી બોમ્બ બ્લાસ્ટિંગ
  • સામે પક્ષે મુસ્લિમ દેશ UAEએ પેલેસ્ટાઈનને મદદ કરવાનું એલાન કર્યું

ઈઝરાયલી વાયુસેનાએ હાલમાં અપડેટ આપતાં કહ્યું કે તેમના ફાઈટર જેટ્સએ બુધવારે ગાઝા સ્થિત એક ઈસ્લામિક યુનિવર્સિટી પર બોમ્બ ધડાકા કર્યાં છે.ઈઝરાયલી એરફોર્સ અનુસાર આ યુનિવર્સિટીમાં હમાસનાં આતંકીઓ ટ્રેનિંગ લેતાં હતાં. એટલું જ નહીં હમાસનાં એન્જિનિયરોને પણ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.  જે બાદ તેઓ હથિયારો બનાવતાં હતાં. ઈઝરાયલ ડિફેંસ ફોર્સ સતત હમાસની સામે ગાઝા પટ્ટી પર બોમ્બ બ્લાસ્ટિંગ કરી રહી છે.

યુનિવર્સિટીની અનેક બિલ્ડિંગો નષ્ટ
યૂનિવર્સિટીનાં એક અધિકારી અહમદ ઓરાબીએ મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે ઈઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાઓમાં ઈસ્લામિક વિશ્વવિદ્યાલયની કેટલીક બિલ્ડિંગો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. બોમ્બ બ્લાસ્ટિંગ બાદ યુનિવર્સિટીમાં આગ લાગી ગઈ હતી.  

900થી વધારે લોકોનું મોત
ઈઝરાયેલની વાયુસેના 23 લાખની વસ્તી ધરાવતા ગાઝા પર સતત બોમ્બ ધડાકા કરી રહી છે.માહિતી અનુસાર ગાઝા પટ્ટીમાં અત્યાર સુધી900 લોકોના મોત થયા છે જ્યારે 4,600 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 260 બાળકો અને 230 મહિલાઓનો સમાવિષ્ટ છે.

મુસ્લિમ દેશ UAEએ કર્યું મોટું એલાન
મુસ્લિમ દેશ UAEએ પેલેસ્ટાઈન નાગરિકો માટે 2 કરોડ ડોલરની મદદની ઘોષણા કરી છે.તો બીજી તરફ અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે પોતાનાં બોમ્બ અને હથિયારોથી સજ્જ પ્લેન મોકલ્યું છે. તમામ પશ્ચિમી દેશોએ ઈઝરાયલનું સમર્થન કર્યું છે. તો ઈસ્લામિક દેશ પેલેસ્ટાઈનની મદદ કરવા માટે આગળ આવ્યાં છે.

2 કરોડ ડોલરની મદદ
યૂએઈનાં રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાને પેલેસ્ટાઈની નાગરિકોની મદદ માટે 2 કરોડ ડોલર મોકલવાનું એલાન કર્યું છે. રિપોર્ટ અનુસાર આ રાશિ આવનારા નજીકનાં ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્ર રાહત અને કાર્ય એજન્સીનાં માધ્યમથી પેલેસ્ટાઈનને આપવામાં આવશે. આ રાશિનો ઉદેશ્ય પેલેસ્ટાઈનનાં જરૂરિયાતમંદ લોકોને રાહત અને મદદ પ્રદાન કરવાનો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ